Fact Check: કેજરીવાલ જે રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે PM મોદીનો ફેન હતો? જાણો વાઈરલ તસવીરની હકીકત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલમાં 3 દિવસના ગુજરાત પ્રવાસે હતા. જ્યાં તેમણે રીક્ષા ચાલકો સાથે એક સંવાદ બાદ આમંત્રણ મળતા ઘાટલોડિયામાં રીક્ષા ચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા. જેને લઈને ચર્ચા થઈ હતી. એવામાં હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં રીક્ષા ચાલકના ઘરમાં દિવાલ પર PM મોદીની તસવીર દેખાઈ રહી છે.

રીક્ષા ચાલકના ઘરે દિવાલ પર મોદીની તસવીર
ફેસબુક પર ધર્મયોદ્ધા નામના એક પેજ દ્વારા તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી તથા ગોપાલ ઈટાલિયા રીક્ષા ચાલકના ઘરેમાં પરિવાર સાથે ઊભેલા છે. ઘરમાં દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર દેખાઈ રહી છે. જે બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રીક્ષા ચાલક યુવક વડાપ્રધાન મોદીનો મોટો ફેન નીકળ્યો. આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

Gujarat Takની તપાસમાં શું જાણવા મળ્યું?
Gujarat Tak દ્વારા આ તસવીરની હકીકત તપાસવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું કે આ તસવીર છેડછાડ કરેલી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરની મુલાકાત બાદ પોતાના ટ્વિટર પર એકાઉન્ટ પર આ જ તસવીર પોસ્ટ કરી હતી. જેમાં પાછળ દિવાલ પર વડાપ્રધાન મોદીની તસવીર નથી. અન્ય કોઈ વ્યક્તિની તસવીર છે જે વિક્રમ દંતાણીના પરિવારના જ કોઈ સદસ્યની તસવીર હોવાનું જણાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વાઈરલ તસવીર ફોટોશોપ્ડ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT