Stock Market Crash: શેર બજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો; એક ઝાટકે 2.67 લાખ કરોડ સ્વાહા...
Stock Market Crash: આજે શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર તેજી આવ્યા બાદ શેર બજાર (Stock Market U-Turn) એ અચાનક યુ-ટર્ન લીધો છે. સેન્સેક્સ આજે તેના ઉચ્ચ સ્તરથી 2 ટકા અથવા 1434 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે.
ADVERTISEMENT
Stock Market Crash: આજે શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર તેજી આવ્યા બાદ શેર બજાર (Stock Market U-Turn) એ અચાનક યુ-ટર્ન લીધો છે. સેન્સેક્સ આજે તેના ઉચ્ચ સ્તરથી 2 ટકા અથવા 1434 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી આજે 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો હતો, જ્યાંથી તે લગભગ 1.60 ટકા અથવા 400 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
30માંથી 28 શેરોમાં મોટો ઘટાડો
બપોરે 1 વાગ્યે નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે બેન્ક નિફ્ટી 475 પોઈન્ટથી વધુના ઘટાડા બાદ 48,765ના લેવલે ટ્રેડ કરી રહ્યો હતો. BSEના ટોચના 30 શેરોમાંથી 28 શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઈનાન્સના શેરમાં 2 ટકાનો વધારો થયો છે. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં 2.42 ટકા આવ્યો છે.
763 શેરમાં તેજી યથાવત
NSE પર 2,553 શેરોમાંથી 763 શેરમાં તેજી યથાવત છે, જ્યારે 1,689 શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 101 શેરના ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નથી. 133 શેર 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટીએ છે અને 7 નીચા સ્તરે પહોંચ્યા છે. 87 શેરોમાં અપર સર્કિટ છે અને 37માં લોઅર સર્કિટ છે. નોંધનીય છે કે આજે સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 75,095.18ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટ વધીને 22,794ના ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
આ 6 શેરોમાં મોટો ઘટાડો
શેરબજારમાં ભારે ઘટાડાને કારણે CEAT ટાયરના શેરમાં 4.2 ટકા, જ્યોતિ લેબ્સમાં 3.6 ટકા, બ્લુ સ્ટારના શેરમાં 3 ટકા, MRFના શેરમાં 3 ટકા, ટાટા ટ્રેન્ટના શેરમાં 3 ટકા અને ICICI લોમ્બાર્ડના શેરમાં 2.7 ટકાનો ઘટાડો થયો છે.
આજે આટલા કરોડ સ્વાહા
BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 3 લાખ કરોડ ઘટીને રૂ. 405.83 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે BSE શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે રૂ. 2.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT