Facebook-Instagram ઠપ થતાં Mark Zuckerberg ને કેટલું નુકસાન થયું?, જાણો

ADVERTISEMENT

Mark Zuckerberg
ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં માર્ક ઝકરબર્ગને મોટો ઝટકો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

માર્ક ઝકરબર્ગને અબજોનું નુકસાન

point

મેટાની સર્વિસ 1 કલાક માટે થઈ હતી ડાઉન

point

યુઝર્સને એક કલાક સુધી પડી સમસ્યા

મેટાની સર્વિસ 1 કલાક માટે ડાઉન રહેવાના કારણે કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગને અબજોનું નુકસાન થયું છે. મંગળવારે (5 માર્ચ, 2024) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ અને વોટ્સએપ રાત્રે અચાનક ડાઉન થઈ ગયા, જેના કારણે યુઝર્સ આમાંથી કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા નહીં. ફેસબુક પર યુઝર્સને ફરીથી લોગિન કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ લોગિન વિગતો દાખલ કર્યા પછી પણ તેઓ તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સક્ષમ ન હતા. યુઝર્સને એક કલાકથી વધુ સમય સુધી આનો સામનો કરવો પડ્યો હતો.

માર્ક ઝકરબર્ગને અબજો રૂપિયાનું નુકસાન 

એક્સપર્ટ્સે જણાવ્યું છે કે, આ એક કલાકમાં માર્ક ઝકરબર્ગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. Weebush સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર ડેન ઇવેસે DailyMail.comને જણાવ્યું કે આના કારણે માર્ક ઝકરબર્ગને 100 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે, મેટાના શેરના ભાવમાં પણ ઘટાડો થયો છે અને તેમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે માર્ક

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર, માર્ક ઝકરબર્ગ વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટવર્થ 139.1 બિલિયન ડોલર છે. 2023માં તેમની નેટવર્થમાં 84 બિલિયન ડોલરનો વધારો નોંધાયો હતો.

ADVERTISEMENT

એલોન મસ્કે સાધ્યું હતું નિશાન

જ્યારે મેટા પ્લેટફોર્મ ડાઉન હતું, ત્યારે એક્સ (ટ્વિટર)ના માલિક એલોન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, 'જો તમે આ પોસ્ટ વાંચી શકો છો, તો તેનું કારણ છે કે અમારા સર્વર કામ કરી રહ્યા છે.' આ પછી એક્સ પર મીમ્સનું પૂર આવ્યું અને લોકોએ ઘણી પોસ્ટ કરી. આપને જણાવી દઈએ કે લગભગ એક કલાક સુધી સેવાઓ બંધ રહ્યા બાદ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રાત્રે 11 વાગ્યા પછી ફરીથી કામ કરવાનું શરૂ કર્યું.

    follow whatsapp

    ADVERTISEMENT