Fact Check: શું BJPના સમર્થકો માની રહ્યા છે કે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે?
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જંપલાવી રહી છે. પરંતુ શું ભાજપના સમર્થકો હવે AAP તરફ વળી રહ્યા છે? સોશિયલ મીડિયા પર ઘણા લોકો એક વીડિયો વાઈરલ કરી રહ્યા છે.
ભાજપના કાર્યકરનો વીડિયો વાઈરલ
વીડિયોમાં ભાજપનો સમર્થક કેસરી ખેસ પહેરીને Gujarat Takના એડિટર ગોપી ઘાંઘર સાથે વાત કરી રહ્યો છે. જેમાં તે કહે છે કે, ‘આમ આદમી પાર્ટીનું આ વખતે વર્ચસ્વ છે એમા ભણેલા પણ ઘણા છે.’ આ પ્રકારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેનાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં ભાજપના કાર્યકરો AAP તરફ વળી રહ્યા છે. AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે.
ADVERTISEMENT
તપાસમાં શું જાણવા મળ્યું?
જોકે અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો ક્લિપ એડિટેડ છે અને સમગ્ર ઈન્ટરવ્યૂમાંથી એક ભાગને જ કટ કરીને તે વીડિયો સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ભાજપના કાર્યકરે સમગ્ર વીડિયોમાં શું કહ્યું હતું?
તાજેતરમાં જ મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના રેલી યોજી હતી. જે દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ Gujarat Tak સાથે વાત કરી હતી. આ અંગેનો વીડિયો 20 સપ્ટેમ્બરે Gujarat Takની યુ-ટ્યુબ ચેનલ પણ અપલોડ કરાયો હતો. જેમાં 4 મિનિટે ભાજપના આ કાર્યકર્તા બોલતા દેખાય છે. તેઓ કહે છે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે એમા ભણેલા પણ ઘણા છે, તે છતાં ભાજપની સમકક્ષ તો એ ન જ આવી શકે. એવી પાસે કોઈ વક્ત કે ખડતમ નેતા નથી. જે આને ટક્કર આપી શકે.
ADVERTISEMENT
#WATCH | Gujarat: BJP national president JP Nadda along with CM Bhupendra Patel holds a roadshow in Morbi pic.twitter.com/9ybxANGiq6
— ANI (@ANI) September 20, 2022
જેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપના કાર્યકર્તાના ઈન્ટરવ્યૂના અમુક ભાગનો વીડિયો કાપીને તેને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT