Lok Sabha Election 2024: ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો, ભાજપ આટલી બેઠક હારશે જ...

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ભારે વિવાદ થયો હતો. જે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર-ઠેર વિરોધ પણ થયો હતો. ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું. આ બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કરાયો હતો કે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકાથી વધુ મતદાન થયું છે.

કરણસિંહ ચાવડાએ મતદાન બાદ શું કહ્યું?

રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂરી થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન થયું જે 60 ટકા સુધી જઈ શકે છે. ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી બેઠકો પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. ભાજપ નીરસ મતદાનને લઈને થાળી લઈને નીકળ્યો હતો. જો પ્રજાને સંતોષ હોય તો આમ નીકળવું ન પડે. શહેરી વિસ્તારમાં નિરસતા હતી. 2019માં આવું નહોતું. કામના આધારે મતદાન થયું હોત તો આમ ન થાત. અમારા મુજબ ભાજપ 7 બેઠક ક્ષત્રિય અને અન્ય સમાજથી ગુમાવે છે અને 4 બેઠક પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહીં પરંતુ ઓછી લીડ આવશે. રાજપૂત સમાજની સંસ્થાઓ અને લોકોનો સાથસહકાર મળ્યો છે.

'રૂપાલા સામે આંદોલન ચાલું જ રહેશે'

તેમણે વધુમાં ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવતી બે જ્ઞાતિ નારાજ હતી. રાજકોટ-જામનગર બેઠક હારશે. રાજકોટમાં રૂપાલાના હાર્યા પછી પણ અમારું પરષોત્તમ રૂપાલા સામેનું આંદોલન ચાલું રહેશે. 

ADVERTISEMENT

ગુજરાતમાં 8 વાગ્યા સુધીમાં 56.83 ટકા મતદાન

નોંધનીય છે કે, ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર રાત્રે 8 વાગ્યા સુધીમાં 56.83 ટકા મતદાન થયું હતું. જેમાં વલસાડમાં સૌથી વધારે 68.66 ટકા, ભરૂચમાં 68.75 ટકા અને છોટા ઉદેપુરમાં 64.69 ટકા મતદાન થયું હતું. તો અમરેલીમાં સૌથી ઓછું 46.11 ટકા તો ભાવનગરમાં 48.59 ટકા મતદાન થયું હતું. 

    follow whatsapp

    ADVERTISEMENT