Apple iPhone 16 Pro Max ની તસવીર લીક, જુઓ આ સિરીઝમાં શું હશે ખાસ
Apple iPhone 16 Pro Max leaked images reveal: Apple iPhone 16 સિરીઝ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ છે, જે વર્ષના અંત સુધીમાં લૉન્ચ થઈ શકે છે.
ADVERTISEMENT
Apple iPhone 16 Pro Max leaked images reveal: Apple iPhone 16 સિરીઝ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ છે, જે વર્ષના અંત સુધીમાં લૉન્ચ થઈ શકે છે. આ શ્રેણીને લઈને ઘણા સમયથી અફવાઓનો દોર શરૂ થઈ ગયો છે. જો કે હવે આ સીરીઝના એક મોડલને લઈને મોટી વિગતો સામે આવી છે. એવામાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે લોન્ચ પહેલા જ iPhone 16 Pro Maxની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લીક થઈ ગઈ છે. તેના ડિસ્પ્લે, બેટરી અને કેમેરામાં અપડેટ જોવા મળશે.
iPhone 16 Pro Maxની તસવીરો
ટેક લીકસ્ટર ડેનિયલએ iPhone 16 Pro Maxની તસવીરો શેર કરી છે અને તેની સરખામણી iPhone 15 Pro Max સાથે પણ કરી છે, જેથી તમે સરળતાથી સમજી શકો કે આ વખતે iPhone મોડલમાં તમને શું તફાવત જોવા મળશે. ત્રણ ઈમેજ બંને હેન્ડસેટની ડિસ્પ્લે, બેક પેનલ અને કિનારીઓ દર્શાવે છે. iPhone 16 Pro Maxમાં 6.9-ઇંચની ડિસ્પ્લે હશે, જેનો અર્થ છે કે સ્ક્રીન iPhone 15 Pro Max કરતાં 0.2 mm મોટી હોવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
શું ફેરફાર છે?
જ્યારે તસવીર માત્ર સ્ક્રીનના પરિમાણોમાં થોડો ફેરફાર દર્શાવે છે, ત્યારે ડમી યુનિટ વાસ્તવિક ડિસ્પ્લે કદ અથવા ડિસ્પ્લે રિઝોલ્યુશન અને આવી અન્ય વિગતોની પુષ્ટિ કરતું નથી. અમને લાગે છે કે આગામી iPhone 16 Pro Max મોડલનું શરીર ટાઇટેનિયમ હશે, જેમ કે તે iPhone 15 Pro Max માટે હતું. વાત એવી પણ સામે આવી છે કે iPhone 16 સિરીઝમાં અલગ કેમેરા પ્લેસમેન્ટ હશે. જો કે, શેર કરેલી તસવીરોમાં પ્રો મેક્સ મોડલ iPhone 15 Po Maxની ઝેરોક્સ જેવું લાગે છે. Apple iPhone 16 લાઇનઅપ માટે નવી A-શ્રેણી ચિપ્સ ડિઝાઇન કરે તેવી અપેક્ષા છે, જેનું ઉત્પાદન નવીનતમ N3E 3-નેનોમીટર નોડ પર કરવામાં આવશે. iPhone 16 અને iPhone 16 Proમાં અલગ-અલગ ચિપ્સનો ઉપયોગ થઈ શકે છે, હાઈ-લેવલ ચિપ પ્રો મોડલ સુધી મર્યાદિત રહેશે.
GPSC ના છબરડા : ઉમેદવારોનો પારદર્શિતા પર સવાલ, બે જ પરીક્ષામાં 55 થી વધુ પ્રશ્નોમાં સુધારો
iPhone 16 માં એક નવું "કેપ્ચર બટન"
એક્શન બટન, જે iPhone 15 Pro મોડલ્સ સુધી મર્યાદિત હતું, તે તમામ આગામી iPhone 16 મોડલ્સમાં પણ જોવા મળે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત, આ વખતે એક નવું "કેપ્ચર બટન" પણ જોવા મળશે, જેનું પ્લેસમેન્ટ પાવર બટનની નીચે હશે. તેનો ઉપયોગ ફોટા અને વીડિયો લેવા માટે થાય છે. કેપ્ચર બટન ડિજિટલ કેમેરાના શટર બટનની જેમ કામ કરશે, ફોકસ કરવા માટેના વિવિધ સ્તરના દબાણને શોધી કાઢશે અને પછી ઇમેજ કેપ્ચર કરશે. જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, બેઝ મૉડલ, iPhone 16 અને 16 Pro Maxને iPhone 15 Pro મૉડલમાં ઉપલબ્ધ 12MP અલ્ટ્રા-વાઇડ કૅમેરામાંથી 48MPનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો મળી શકે છે.
ADVERTISEMENT
iPhone 16 સીરિઝની સંભવિત કિંમત
સામ આવ્યું છે કે સૌથી સસ્તો iPhone 16 SEનું 128 GB મોડલ 699 ડોલર (58,000 રૂપિયા)માં લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત તમામ ડિવાઈસ 256GB સ્ટોરેજના બેસ મોડલ સાથે આવશે. iPhone 16 SE Plusને 799 ડોલર (66,000 રૂપિયા), iPhone 16ને 699 ડોલર (58,000) અને iPhone 16 Proને 999 ડોલર (83,000 રૂપિયા)માં લોન્ચ થઈ શકે છે. iPhone 16 Pro Maxની કિંમત 1099 ડોલર (91,000 રૂપિયા) હોઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT