PM Modi Net Worth: ન ઘર, ન કાર, ન જમીન... PM મોદી પાસે છે માત્ર આટલી સંપત્તિ

Gujarat Tak

ADVERTISEMENT

PM Modi Net Worth
PM Modi Net Worth
social share
google news

PM Modi Net Worth: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. મંગળવારે, તેમણે સતત ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી પંચ સમક્ષ પોતાની સંપત્તિની વિગતો રજૂ કરી. પીએમ મોદી દ્વારા ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 3,02,06,889 રૂપિયા છે.

બેંકમાં રૂ. 2 કરોડથી વધુ જમા છે

ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિ વિશે માહિતી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 31 માર્ચ, 2024 સુધી તેમની પાસે 52,920 રૂપિયા રોકડા હતા, જેમાંથી 28,000 રૂપિયા તેમણે ચૂંટણી ખર્ચ માટે ઉપાડી લીધા હતા. જ્યારે બચત ખાતા, FD સહિતની તમામ થાપણો રૂ. 2.85 કરોડ છે. આમાં, SBIની ગાંધીનગર શાખામાં ખોલવામાં આવેલા ખાતામાં 73,304 રૂપિયા અને વારાણસી મતવિસ્તારમાં સ્થિત SBIના ખાતામાં 7000 રૂપિયા જમા છે.

કોઈ મકાન કે જમીન નથી

PM મોદીનું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC ડિપોઝીટ) 9,12,000 રૂપિયા છે. આ સિવાય તેમની અન્ય સંપત્તિમાં ચાર સોનાની વીંટી પણ સામેલ છે, જેની કિંમત 2,67,750 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. પીએમ મોદી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. તેમના નામે કોઈ મકાન કે જમીન નથી. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીના નામ પર કોઈ કાર નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

1લી જૂને EVMમાં ભાગ્ય કેદ થશે

વારાણસીમાં કલેક્ટર કચેરીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા વડાપ્રધાન મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા. નોમિનેશન દરમિયાન, તેમની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ચિરાગ પાસવાન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. ઉલ્લેખનીય છે કે અહીં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.

વડાપ્રધાનને આટલો પગાર મળે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દેશમાં સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે. પીએમ મોદીને મળેલા પગારની વાત કરીએ તો વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ ઓફિસ)એ ઘણી વખત આ અંગેની માહિતી શેર કરી છે.

ADVERTISEMENT

ભારતના વડાપ્રધાનનો પગાર દર વર્ષે લગભગ 20 લાખ રૂપિયા છે. આ હિસાબે પીએમ નરેન્દ્ર મોદીનો પગાર લગભગ 2 લાખ રૂપિયા પ્રતિ માસ છે. બેઝિક પે સિવાય, વડાપ્રધાનને મળતા પગારમાં દૈનિક ભથ્થું, સાંસદ ભથ્થા અને અન્ય ઘણા ભથ્થાનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT