MS Dhoni પર ચોંકાવનારો ખુલાસો, ડોક્ટર્સના ના પાડવા છતાં IPL રમી રહ્યો છે

ADVERTISEMENT

IPL 2024
IPL 2024
social share
google news

MS Dhono: જ્યારે રવિવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ સામે 16મી ઓવરના અંતે ચેન્નાઈ સુપર કિંગ્સે 122 રનમાં તેની છઠ્ઠી વિકેટ ગુમાવી હતી, ત્યારે બધાને આશા હતી કે ધોની બેટિંગ કરવા આવશે. શાર્દુલ ઠાકુર જ્યારે બેટ ઉપાડીને મેદાનમાં પ્રવેશતો જોવા મળ્યો ત્યારે ચાહકો નિરાશ થયા હતા. ધોની નવમા નંબરે ઉતર્યો હતો. ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત હતો જ્યારે માહી આટલી નીચે બેટિંગ કરવા આવ્યો હતો, ત્યારબાદ તેના નિર્ણયની ટીકા થવા લાગી હતી. ધોનીના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ ઈરફાન પઠાણ અને હરભજન સિંહે તો ત્યાં સુધી કહ્યું કે જો ધોની જવાબદારી લેવા માંગતો નથી તો તેણે પોતાને હટાવીને વધારાના બોલરને રમાડવો જોઈએ. જો કે, હવેના આટલા નીચે બેટિંગ કરવા આવવા વિશે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં શું ક્ષત્રિયોનો બદલાયો સૂર? એક વાયરલ ચિઠીથી બદલાશે સમીકરણ

ધોનીને પગમાં ઈજા થઈ છે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં રિપોર્ટ્સ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન સમગ્ર IPLમાં હેમસ્ટ્રિંગની ઈજા સાથે રમી રહ્યો છે અને તેની પાસે લાંબા સમય સુધી દોડવાનો કોઈ વિકલ્પ નથી. IPLના શરૂઆતના દિવસોમાં ધોનીના પગના સ્નાયુઓ ફાટી ગયા હતા, પરંતુ જ્યારે ટીમનો બીજો વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવે ઈજાના કારણે આઈપીએલ રમવા માટે ભારત આવ્યો ન હતો, ત્યારે માહીને પોતાને બ્રેક આપવાનો વિચાર દૂર કરવો પડ્યો. સ્થિતિ એવી છે કે ધોનીને દર્દ હોવા છતાં રમવું પડે છે, દવાઓ લેવી પડે છે અને ઓછું દોડવાનો પ્રયાસ કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Lok Sabha Election: વોટ આપ્યા બાદ મતદાન મથકમાં કેમ છટક્યો શક્તિસિંહ ગોહિલનો પારો?

સતત રમવાને કારણે ઈજાઓ વધી રહી છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે 'અમે અમારી 'બી' ટીમ સાથે રમી રહ્યા છીએ. જે લોકો ધોનીની ટીકા કરી રહ્યા છે તેઓને ખબર નથી કે તે આ ટીમ માટે કેટલું બલિદાન આપી રહ્યા છે. ડૉક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે પરંતુ વિકેટકીપર-બેટ્સમેન પાસે કોઈ વિકલ્પ નથી કારણ કે ઈજાના કારણે ટીમ પહેલેથી જ ઘણી નબળી પડી ગઈ છે. પ્રેક્ટિસ દરમિયાન, 42 વર્ષીય ખેલાડી બિલકુલ દોડતો નથી અને તેની સંપૂર્ણ તૈયારી મેદાનની બહાર બોલને ફટકારવાની છે. તે નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ માટે માર્ગદર્શક છે, જેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ફાસ્ટ બોલર મતિશા પથિરાના અને દીપક ચહર ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT