Lok Sabha Election: વોટ આપ્યા બાદ મતદાન મથકમાં કેમ છટક્યો શક્તિસિંહ ગોહિલનો પારો?

ADVERTISEMENT

Shaktisinh Gohil
Shaktisinh Gohil
social share
google news

Lok Sabha Election 2024: ગુજરાતની 25 લોકસભા સીટો પર હાલમાં મતદાન ચાલી રહ્યું છે. જોકે મતદાન વચ્ચે કોંગ્રેસ નેતાએ ચૂંટણી કમિશન અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર-19માં મતદાન કરીને બહાર આવ્યા બાદ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે ભાજપના પોલિંગ એજન્ટ કમળના ચિહ્નવાળી પેન લઈને મતદાન મથકની અંદર બેઠા છે. 

મતદાન મથકમાં ભાજપના પોલિંગ એજન્ટ?

શક્તિસિંહ ગોહિલ દ્વારા મતદાન મથક પર ભાજપના પોલિંગ એજન્ટ પર આરોપ લગાવવામાં આવ્યો છે. હકીકતમાં તેઓ સેક્ટર-19ના મતદાન મથક પર વોટ આપવા પહોંચ્યા ત્યારે ભાજપના પોલિંગ એજન્ટ કમળના ચિહ્ન સાથેની પેન લઈને અંદર બેઠેલા હતા. જે બાદ તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ મતદાન મથક પર ભાજપના એજન્ટો કમળની નિશાન વાળી પેન લઈને બેઠા છે. શું આખા ગુજરાતમાં ચૂંટણી કમિશન મૂક પ્રેક્ષક બન્યું છે? ચૂંટણી કમિશનને મારી રજૂઆત છે કે તેમને પકડીને કાઢી મૂકો, તેમના પર કેસ કરો. આ અટકાવવું જોઈએ. 

'ગાંધીનગરના વાસણ ગામે મતદાન અટકાવી દીધું'

તેમણે વધુમાં કહ્યું કે, 'સતાધારી પક્ષ ધન અને બળના જોરે મતદાન કરાવી રહ્યું છે. જામનગરમાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને  LCB દ્વારા પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવ્યા છે. ગાંધીનગરના વાસણ ગામ ખાતે કોંગ્રેસ તરફી મતદાન થતું હોવાના કારણે મતદાન અટકાવવામાં આવ્યું છે.' ચૂંટણી કમિશનનું કામ યોગ્ય રીતે ન થઈ રહ્યો હોવાનો શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો.

આ પણ વાંચો

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT