જાણો ભાવનગરમાં PM મોદીએ પાપા કી પરી વિશે શું કહ્યું? એક ખાસ માંગણી પણ કરી

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ચુક્યું છે. તારીખો પણ જાહેર થઇ ચુકી છે. તારીખો જાહેર થયા બાદ પીએમ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે હતા. ત્યારે તેઓ વલસાડ બાદ ભાવનગર પણ પહોંચ્યા હતા. વલસાડથી ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંક્યુ હતું. કપરાડાના નાનાપોંઢામાં જંગી જનસભાને સંબોધિત કરી હતી. ત્યાર બાદ તેઓ ભાવનગરમાં પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે પિતા વિહોણી 552 દીકરીઓના પાપા કી પરીના સમુહ લગ્નનસમારંભમાં આયોજીત થઇ હતી. જેમાં વડાપ્રધાન મોદી કોઇ અભણ ન રહે તે માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો.

પિતા વગરની 552 દીકરીઓના સમૂહ લગ્નનના આયોજનમાં હાજરી આપી
પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરનાર લાખાણી પરિવારને વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, પૂર્વજોના પુણ્ય અને સંસ્કાર થકી આવ ભગીરથ કાર્યો કરવાની તક ઉત્પન્ન થતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમુહ લગ્નમાં 40 મુસ્લિમ અને 3 ક્રિશ્ચિયન યુગલો પણ સામેલ હતા. તેમને પણ તેમની ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવ્યા હતા.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કરી ખાસ માંગણી
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 6 મહિના અગાઉ આમંત્રણ મળ્યું હતું. પોતાના આ ભગીરથ કાર્યનો ભાગ બનાવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે નવપરણીત યુગલોના સંકલ્પ લેવડાવ્યા કે તમારા પરિવાર કોઇ પણ દીકરો કે દીકરી અભણ ન રહે. આ ભગીરથ કાર્યમાં તમામ લોકોએ અમારી મદદ કરવાની છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT