Gujarat Rain: આગામી 24 કલાક ગુજરાત માટે 'ભારે', હવામાન વિભાગે લોકોને આપી ચેતવણી
Gujarat Rain Forecast: છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ADVERTISEMENT
Gujarat Rain Forecast: છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં પૂર્ણની સ્થિતી સર્જાય છે. તે જ સમયે, હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા લોકોને ફોન પર વ્યક્તિગત મેસેજ કરીને ચેતવણી આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગ વિભાગની 'ભારે' ચેતવણી
હવામાન વિભાગ તરફથી લોકોને મેસેજ મળી રહ્યો છે કે, આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ પ્રકારે સ્થાનિક લેવલ પર લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એવામાં આગાહી મુજબ આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 167 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોરસદમાં નોંધાયો છે. બોરસદમાં 314 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદાના તિલકવાડામાં 178 મિમિ, ભરૂચમાં 165 મિમિ, છોટાઉદેપુરના નસવાડીમાં 133 મિમિ, ઝઘડિયામાં 118 મિમિ વરસાદ નોંધાયો છે.
અધિકારીઓને તકેદારીના પગલા ભરવાની સૂચના
ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
સૌથી વધુ વરસાદ વિસાવદરમાં વરસ્યો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના નવસારીમાં 6 ઈંચ, જલાલપોરમાં 5.5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, ચીખલીમાં 4.5 ઈંચ, વાંસદામાં 7 ઈંચ, ખેરગામમાં 10 ઈંચ, ડાંગ જિલ્લાના આહવામાં 6 ઈંચ, સાપુતારામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. , વઘઈમાં 7.5 ઈંચ અને સુબીરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં 9 ઈંચ અને દ્વારકામાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT