અંબાલાલ પટેલની 'ભારે' આગાહીઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બેટિંગ માટે તૈયાર
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સાંબેલધાર વરસાદ પડી રહ્યો છે, ઘણી-બધી જગ્યાએ પૂર જેવી ભયાનક સ્થિતી પણ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સાંબેલધાર વરસાદ પડી રહ્યો છે, ઘણી-બધી જગ્યાએ પૂર જેવી ભયાનક સ્થિતી પણ જોવા મળી રહી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે આવતીકાલથી ઉત્તર ગુજરાતનો વારો છે.
અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે. આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવું અગાહીકારનું કહેવું છે. 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. પશ્વિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
VIDEO: ક્યાંક 'ઘોડા'પૂર તો ક્યાંક આખું ગામ ડૂબ્યું, જુઓ ગુજરાતમાં જળપ્રલયના 10 દ્રશ્યો
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, વલાસડ, દાદરા તથા નગર હવેલી અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં કયા કેટલો વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ADVERTISEMENT