હૃદયમાં કાણા સાથે જન્મતા માતા-પિતાએ ત્યજી દિધેલા કચ્છના બાળકને અમેરિકન દંપતીએ દત્તક લીધું
કૌશિક કાંઠેચા/કચ્છ: કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર કરાતા બાળકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાયો છે. 2 વર્ષનો પ્રેરક હવે અમેરિકા જશે અને ત્યાં રહેશે. આજે…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા/કચ્છ: કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર કરાતા બાળકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાયો છે. 2 વર્ષનો પ્રેરક હવે અમેરિકા જશે અને ત્યાં રહેશે. આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે બાળકને અમેરિકાના દંપતીને દત્તક આપવા માટેનો એડોપ્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત લોકો ભાવુક બની ગયા હતા. આ કાર્યક્રમમાં કચ્છના કલેકટર અમિત અરોરા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હૃદયમાં કાણું અને હર્નિયાની બીમારીના કારણે માતા-પિતાએ ત્યજી દીધો
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતા પ્રેરકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાતા તે હવે અમેરિકા પહોંચશે. બે વર્ષ પહેલા જન્મતાની સાથે જ તેના માતા પિતાએ નવજાત બાળક પ્રેરકને હૃદયમાં કાણું અને હર્નિયાની બીમારી હોવાથી તેને ત્યજી દીધો હતો. એક દિવસના બાળકને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે લવાતા કેન્દ્ર દ્વારા બાળકને 12 દિવસ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ ખાતે હૃદયના કાણાની સારવાર કરવા લઈ જવામાં આવ્યો હતો.
અમેરિકાના દંપતી બાળકને દત્તક લીધો
પ્રેરકને મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્ચા અને તેમના પત્ની અમેરિકાની યુનિવર્સિટીમાં રેસીડેન્ટ તબીબ સિંધુ લક્કુરે દત્તક લીધો છે. ત્યજાયેલા પ્રેરકનું આજે નસીબ ખીલ્યું છે અને તેનો ઉછેર હવે અમેરિકામાં થશે. અમેરિકાનું દંપતી આજે ભુજ પહોંચ્યું હાથ અને આ દંપતી દ્વારા પ્રેરકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આજે બાળકનો કબ્જો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો અને સાથે સાથે પ્રેરકનું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો પણ તેના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર અનુદાનિત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે પ્રેરકને સોંપવામાં આવ્યો હતો. તો કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક બાજુ પ્રેરકને માતાપિતા મળવાની ખુશી તો એક બાજુ બે વર્ષ બાદ હવે તેના જવાથી ગમની લાગણી ફેલાઇ હતી.
ADVERTISEMENT