રૂપાલા વિવાદ પહોંચ્યો ઓસ્ટ્રેલિયાઃ રાજપૂતોને એક થવા ક્ષત્રિયાણીની હાકલ, કહ્યું- એકતા બતાવવાનો આવી ગયો છે સમય

ADVERTISEMENT

Parshottam Rupala Controversy
રૂપાલા વિવાદ પહોંચ્યો ઓસ્ટ્રેલિયા
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રૂપાલા સામે ક્ષત્રિય સમાજની બહેનોમાં ભારે રોષ

point

ઓસ્ટ્રેલિયાથી વિશ્વાબા ઝાલાએ કરી હાકલ

point

આપડે એકતાની ખૂબ જ જરૂર છેઃ વિશ્વાબા

Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈ આજે સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આજે સાંજે રાજકોટથી 14 કિલોમીટર દૂર રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળશે. રતનપર મંદિર સામેના 30 વિઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આજે અને ગત રાતથી સમગ્ર ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ જવા રવાના થયા છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે અને તેમના સ્થાને અન્ય કોઈ ઉમેદવાર ઉતારે પરંતુ ભાજપે પરસોત્તમ રૂપાલાને જ ચૂંટણી લડાવવાનું મન મક્કમ બનાવી લીધું છે. ત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં વિશ્વના અલગ અલગ દેશોમાં રહેતા ક્ષત્રિય સમાજની બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે ઓસ્ટ્રેલિયાથી ક્ષત્રિય સમાજની દીકરી વિશ્વાબા ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. 

ઓસ્ટ્રેલિયાથી વિશ્વબા ઝાલાએ કરી હાંકલ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રહેતા વિશ્વાબા ઝાલાએ આજે રાજકોટ ખાતે યોજાનારા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ-બહેનોને હાજર રહેવાની હાંકલ કરી છે. આ સાથે જ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પર વિશ્વાબા ઝાલાએ આકરા પ્રહારો કર્યા છે. 

એક થઈને લડીશું તો ચોક્કસ જીત થશેઃ વિશ્વાબા ઝાલા

તેઓએ કહ્યું છે, દરેક રાજપૂત ભાઈઓને મારી વિનંતી છે કે ક્ષત્રિય બહેનોની આબરુ બચાવવા માટે તમે લડો, આ એજ બહેનો છે જે પોતાનું માન-સન્માન પાછું મેળવવા માટે રસ્તા પર લડે છે. અત્યારે આપડે એકતાની ખૂબ જ જરૂર છે.  આપડે એક થઈને લડીશું તો આપડી જીત નક્કી જ છે. વિશ્વાબા ઝાલા એ કહ્યું આવનારી પેઢી પણ યાદ કરે તે રીતે ક્ષત્રિય સમાજના યુવાનો અને બહેનોએ લડત આપવાની છે. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Rupala Controversy: ક્ષત્રિય સમાજમાં ફાટા? કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને આપી માફી

 

ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

અત્રે ઉલ્લેકનીય છે કે,  રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો રોષ દિવસેને દિવસે વધતો જાય છે. એવામાં અનેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાં રેલી, સંમેલન સહિતના રૂપાલાના વિરોધમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તો એવામાં આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરાયું છે. આજે 5 વાગ્યે રતનપર ગામે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે. જેને લઈ પોલીસે પણ મંજૂરી આપી દીધી છે.  ક્ષત્રિય સમાજમાં રોષ અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનોની તેમજ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DCB, SOG, LCB, સ્થાનિક પોલીસ સહિતના 250થી વધુ અધિકારીઓ અને જવાનો ખડેપગે રહેશે. પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી કરવામાં આવી છે.  

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT