MLA સંજય કોરડીયાએ વિધાનસભા ગૃહમાં જતાં પહેલા નતમસ્તક પ્રણામ કર્યા, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

 અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ છે. આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ આજે ધારાસભ્યની શપથ વિધિ  યોજવામાં આવી હતી આ દરમિયાન જીતેલા ધારાસભ્યો  વિધાનસભાની અંદર પહોંચી રહ્યા  હતા જેમાં જૂનાગઢના ધારાસભ્ય  સંજય કોરડીયા વિધાનસભા ગૃહમાં જતાં પહેલા નતમસ્તક પ્રણામ કર્યા હતા.

જૂનાગઢ બેઠકના ધારાસભ્ય સંજય કોરડીયા ગૃહમાં જતા પહેલા તેને નતમસ્તક પ્રણામ કરતા જોવા મળ્યા હતા.  જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મંદિરની જેમ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો હતો. આવુ કરવાનું કારણ તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે અહીં પ્રણામ કર્યાં.

યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે  લીધા શપથ
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.

ADVERTISEMENT

આવતી કાલે એક દિવસનું મળશે સત્ર
નવા વિધાનસભાના સભ્યો ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત આજે વિધાનસભામાં પ્રવેશ કર્યો છે. ત્યારે આવતીકાલે એક દિવસીય વિધાનસભાનું સત્ર મળશે. આ એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. આ સાથે આવતીકાલે મળનારા એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT