Big News: કેતન ઈનામદારનો યુ-ટર્ન, સી.આર પાટીલની બેઠક બાદ નારાજગી દૂર, કહ્યું- હું રાજીનામું પરત ખેંચું છું
Gujarat Loksabha Elections: લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી હતી. મોડી રાત્રે અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં બાદ વાત ગાંધીનગર સુધી પહોંચી હતી. આ મામલે સી.આર પાટીલ સાથે કેતન ઈનામદારની બેઠક થઈ હતી. એવામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, કેતન ઈનામદારે બેઠક બાદ પોતાનું રાજીનામું પરત લઈ લીધું છે.
ADVERTISEMENT

કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું
કેતન ઈમાનદારે જણાવ્યું કે, મારી તમામ રજૂઆતને શાંતિથી સાંભળવામાં આવી છે અને પાર્ટી તરફથી મને સંતોષકારક જવાબ મળ્યો છે. ચર્ચા કર્યા બાદ મને જવાબથી સંતોષ છે એટલે હું મારુ રાજીનામું પરત ખેંચું છું. સીઆર પાટીલ સાથેની બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી આ અંગે જાણકારી આપી હતી.
ભાજપને ભરતી મેળો ભારે પડ્યો! સાવલીના નારાજ MLA એ જણાવ્યું રાજીનામું આપવાનું કારણ
કેતન ઈનામદારની નારાજગી પર પાટીલે શું કહ્યું?
ગાંધીનગરમાં કેતન ઈનામદારના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા સી.આર પાટીલે કહ્યું કે, માણસ છે, એટલે નારાજગી તો થાય. ભાજપમાં ભરતીમેળાથી કેતના ઈનામદારની નારાજગીના સવાલ પર પાટીલે કહ્યું કે, પાર્ટીમાં કોને લેવા ના લેવા એ પાર્ટી નક્કી કરશે. કોઈ ધારાસભ્ય નક્કી ના કરે. પાર્ટીના નીતિ નિયમ મુજબ કામ થાય.
ADVERTISEMENT
ADVERTISEMENT