કોંગ્રેસમાં ગયા પછી જયનારાયણ વ્યાસની પહેલી જાહેરસભાઃ ‘હું ભાજપ છોડી 32 વર્ષ પછી કેમ આવ્યો ખબર છે?’
પાટણઃ હાલમાં જ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા પછી તેમણે પહેલી જાહેર સભા સિદ્ધપુરમાં થઈ છે. તે દરમિયાન તેમણે…
ADVERTISEMENT
પાટણઃ હાલમાં જ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા પછી તેમણે પહેલી જાહેર સભા સિદ્ધપુરમાં થઈ છે. તે દરમિયાન તેમણે ભાજપ અને વિરોધી ઉમેદવારો પર શાબ્દિક બાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે આજની સભા જોઈને સામેવાળાએ સ્વૈચ્છિક અરજી કરવી જોઈએ કે અમને અમારી ડિપોઝિટ પાછી આપી દો. ચૂંટણી નથી લડવી. આજની મારી જાહેર સભા પહેલી સભામાં તેમણે કહ્યું કે આપણે ચંદનજીભાઈને ફક્ત ચૂંટવાના નથી એટલી લીડથી ચૂંટવાના છે કે ગુજરાતમાં સૌથી વધુ લીડ તેમના નામે બોલે.
તેમણે આ સભા દરમિયાન ભાજપ પર કેવા કર્યા પ્રહાર
તેમણે કહ્યું કે એક હમણા ગાડી નીકળી છે જેને એક બંધ અને બીજું ચાલુ એવા બે એન્જિન લાગ્યા છે. શરૂઆતથી જ ખામી, અલ્યા એક એન્જિન લાગ્યું અને હવે બીજું લગાવવાનું. ત્યાં એક એન્જિનમાં તકલીફ છે એટલે બીજું લગાવ્યું છે. અહીં વિકાસના એન્જિનમાં ચંદનજી સાથે હું પણ લાગીશ. બળવાન એન્જિન તમારી વિકાસ યાત્રાને દોડાવશે. તમને મારો પરિચય છે કે મેં ક્યારેય કોઈને જુઠું વચન આપ્યું નથી. ચંદનજીને જ્યાં પણ પાંચ વર્ષ મારી જરૂર પડશે ત્યારે હું તેમની સાથે રહીશ. મરદ માણસ દેશ જોડવા નીકળ્યો છે તેનો આપણને ગર્વ હોવો જોઈએ. પેલા લોકો જ્યારે પણ નીકળ્યા ત્યારે એસી બસમાં નીકળ્યા. આપણા રાહુલ ગાંધી સામાન્ય માણસના ઘરે જાય છે. હવે આપણને ખડગેજી જેવા દિર્ગદ્રષ્ટી નેતા મળ્યા છે. આવતીકાલ કોંગ્રેસની છે આપણી છે.
હું ભાજપ છોડી 32 વર્ષ પછી કેમ આવ્યો ખબર છે?- જયનારાયણ વ્યાસ
તેમણે કહ્યું કે, આપણે કોની સામે લડવા નીકળ્યા છીએ? આપમે પાંચ ‘મ’ સાથે લડવાનું છે, પહેલો ‘મ’ છે મેન પાવર, બીજું મની- સૌથી વધારે ફાળો ભાજપે ઉઘરાવ્યો છે, ગુજરાતમાં બે નંબરના ધનપતિ એ આપણા ભાજપના ઉમેદવાર છે. આવા સરસ ઉમેદવાર મળ્યા હોય, આટલી સંપત્તિ હોય તો તેમણે મિલ સંભાળી રાખવા દેવાય અને ગાંધીનગર નહીં મોકલી ખોટો ધંધો નથી બગાડવો. ત્રીજો ‘મ’ છે મીડિયા અહીં મીડિયા નહીં દેખાય, કોંગ્રેસને નહીં છાપવાનું સાચું હોય તો પણ નહીં છાપવાનું. કોંગ્રેસ પાસે ગોડાઉન ભરેલા પૈસા પણ નથી તે પૈસાનું બળ આપણે ભરવાનું છે. શક્ય એટલા ચંદનજીના પૈસા ઓછા બગડે, ન જમવાનું થાય તો નહી જમીએ. ચોથો ‘મ’ છે મસલ પાવર, જ્યાં હોય ત્યાં પોલીસ મોકલવી, સીબીઆઈ મોકલવી, ડીઆરઆઈ મોકલવી, સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ છેલ્લા દાયકામાં થયો છે તેટલો ક્યારેય નથી થયો પણ તેમને ખબર નથી કે અહીં બેઠેલો એકેય એક મરદ માણસ કોઈના બાપથી ડરતો નથી. ઘણા વર્ષો તમે ભોગવ્યું પછી અમારો પણ વારો આવશે. ચંદનજીને મોકલ્યા પછી આપણે શું કરવાનું, જલસા જ જલસા. આપણા વિસ્તારમાંથી કેટલાક લોકો કોંગ્રેસના પ્રચારમાંથી પાછા ખેંચાઈ જાય તેવું તેમના પર દબાણ લાવવામાં આવે છે. દબાણ લાવનારાને ખબર નથી કે તમે આ ગદ્દારી કરો છો તો દસ ડિસેમ્બર પછી પણ દુનિયા ચાલવાની છે. હું 32 વર્ષ ભાજપમાં રહ્યો, કેમ હું અહીં આવ્યો. અમે એટલે અહીં આવ્યો કારણ કે અમને પેલું ભેળસેળીયું ડિસ્કો તેલ ફાવતું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT