BIG BREAKING: ગુજરાતમાં વધુ એક પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ, હવે ક્યારે યોજાશે?

ADVERTISEMENT

Dantiwada Agricultural University
ગુજરાતમાં વધુ એક પરીક્ષા મોકૂફ
social share
google news

Dantiwada Agricultural University News: દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ વર્ષે પણ સાત તબક્કામાં ચૂંટણી થવાની છે અને પરિણામ 4 જૂને આવશે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7 મે મતદાન થવાનું છે. એવામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત)ની વર્ગ-૩ જે પરીક્ષા તારીખ 22/03/2024 ના રોજ આયોજિત કરવામાં આવી હતી તે પરીક્ષા હાલ પૂરતું મોકૂફ કરવામાં આવી છે.

ગુજરાતમાં વધુ એક પરીક્ષા મોકૂફ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત)ની વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪ અન્વયે તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત Computer Based Response Test (CBRT) પરીક્ષાને હાલ મોકૂફ કરવામાં આવી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષા મોકૂફ કરાય છે અને જણાવવામાં આવ્યું છે વધુ માહિતી માટે અત્રેની યુનિવર્સિટીની વેબસાઈટ પર જણાવવામાં આવશે.આ સમાચાર બાદ ઉમેદવારો પણ ચિંતામાં મુકાયા છે કે પરીક્ષા ક્યારે ક્યારે યોજાશે અને નવી તારીખ ક્યારે જાહેર ક્યારે થશે?

UPSC પ્રિલિમ પરીક્ષા મોકૂફ

તો UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (પ્રિલિમ) 2024 પણ લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ રાખવામાં આવી છે.  આ પરીક્ષા 26 મે 2024ના રોજ દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર પ્રસ્તાવિત કરવામાં આવી હતી. આ તારીખે લોકસભાની ચૂંટણી હોવાથી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. આયોગે તેની વેબસાઈટ પર આ માહિતી શેર કરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT