રિવાબા જાડેજા ક્યાં ખોવાઈ ગયા? રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિયાણીનો MLA મેડમને સવાલ
Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન
પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પાઠવવામાં આવ્યા આવેદન
રિવાબા જાડેજા સામે ક્ષત્રિયાણીએ ઉઠાવ્યા સવાલ
Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ આ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવ્યા રહ્યા છે. પરસોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી હોવા છતાં તેમની ટિકિટ રદ કરવાની માંગ ઉગ્ર બની રહી છે. પરસોત્તમ રુપાલા (Parshottam Rupala)ના નિવેદનને લઈને ક્ષત્રિયાણીઓમાં પણ ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
ક્ષત્રિયાણીએ રિવાબા સામે ઉઠાવ્યા સવાલો
ક્ષત્રિય સમાજ જરાય નમતુ જોખવાના મૂડમાં નથી. જોકે, આ મામલે હજુ સુધી જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા (MLA Rivaba Jadeja)નું કોઈ નિવેદન સામે આવ્યું નથી. ત્યારે ક્ષત્રિયાણીએ એક ઓડિયો મેસેજ દ્વારા રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા સામે સવાલો ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું છે કે તમે ગામડે-ગામડે ફરીને મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા, તે મહિલાઓ અત્યારે જાગૃત થઈ ગઈ છે અને તમને સવાલ પૂછી રહી છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો? આપડા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે, તો તમે ક્યાં છો અત્યારે?
આ પણ વાંચોઃ 'નારીશક્તિના અપમાન બદલ ક્ષમાને અવકાશ જ નથી', ઝાલાવાડના 7 રાજવીઓનું ક્ષત્રિયોને ખુલ્લુ સમર્થન
ADVERTISEMENT
'તમે તમારા સમાજને તો ન ભૂલો'
ક્ષત્રિયાણીએ કહ્યું કે, તમે બહેન સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવને જાહેરમાં પગે લાગ્યા હતા, જેની આખા સમાજે નોંધ લીધી હતી અને ગૌરવ પણ લીધું હતું. અત્યારે એક ક્ષત્રિયની દીકરી તરીકે તમારું લોહીં ઉકળતું નથી? આટલા સમયથી તમે તમારી પાર્ટીના થઈને બેઠા છો, તમે પાર્ટી છોડાવાનું કોઈ કહેતું નથી પણ તમે તમારા સમાજને તો ન ભૂલો.
આ પણ વાંચોઃ 'બોયકોટ રૂપાલા': ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાનું ક્ષત્રિય સમાજને સમર્થન, રાજકોટમાં લગાવ્યા પોસ્ટરો
ADVERTISEMENT
...તો સમાજ તમને ક્યારેય માફ નહીં કરેઃ ક્ષત્રિયાણી
તેઓએ કહ્યું કે, આટલા દિવસમાં તમે ક્યારેય મીડિયાની સામે આવ્યા નથી. પાર્ટીના લીધે નહીં સમાજના લીધે તમે ઉજળા છો. પાર્ટી આજે છે અને કાલે નથી. પાર્ટીને તો તમારા કરતા બળવાન ઉમેદવાર મળી જશેને તો તમને હાલતા કરી દેશે. તમે એક વખત આ સમાજમાંથી નીકળી ગયા તો સમાજ ક્યારેય તમને માફ નહીં કરે, સાથે જ તમે ક્યારેય સમાજની સામે આંખથી આંખ મિલાવીને વાત નહીં કરી શકો.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ વધી રહ્યો છે. એક ખાનગી કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ અંગે કરેલા નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતા તેઓએ માફી માંગી લીધી હતી. છતાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા.
ગોંડલમાં યોજાયું હતું સંમેલન
જે બાદ ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા આક્રોશને ઠારવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી ગોંડલના શેમળા ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી માફી માંગી હતી.
આ પણ વાંચોઃ 'હવે માફ કરી દો', રૂપાલાને માફ કરવા સી.આર પાટીલે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડ્યા
સી.આર પાટીલે પણ માંગી હતી માફી
તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પરસોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માંગી હતી. તેઓએ કહ્યું હતું કે, હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. જોકે, હજુ પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે. તેઓ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT