રાજ્યમાં કેવું રહેશે ચોમાસું, ખેડૂતો માટે શું છે સમાચાર? જાણો શું છે સ્કાયમેટની આગાહી

ADVERTISEMENT

Normal monsoon for India in 2024
ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?
social share
google news

Normal monsoon for India in 2024: Skymet; ગુજરાતમાં આગામી ચાર દિવસ ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી છૂટાછવાયો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. તો હવે વાત કરીએ તો આગામી સમયમાં ભારતમાં ચોમાસાની સ્થિતિ શું રહેશે?  હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 868.6 મીમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર  વરસાદની ટકાવારી 96-104 ટકા રહેવાની શક્યતા છે. 

ખેડૂતો માટે રાહતના સમાચાર 

ચોમાસાને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.ખાનગી એજન્સી સ્કાયમેટે મુજબ જૂનથી લઇને સપ્ટેમ્બરમાં સરેરાશ 34 ઇંચ વરસાદ વરસે તેવી શકયતા છે. ચોમાસા દરમિયાન વરસાદની શક્યતાનો અંદાજ 90-104 ટકા છે. ચોમાસાની શરૂઆતની વાત કરવામાં આવે તો થોડી મોડી થવાની સંભાવના છે.

ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?

ઉપરાંત સ્કાયમેટે જણાવ્યું કે, અલનીનો હવે લા નીનોમાં પરિવર્તિત થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ છે. જો બાકીના રાજ્યની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રમાં વરસાદ ખુબ સારો રહેવાના અણસાર દેખાઈ રહ્યા છે. જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન બિહાર,ઝારખંડ ઓડિશામાં વરસાદ ઓછો રહેશે. ચોમાસાની સાથે લૂ નો વાયરો પણ વર્તાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો:- Multibagger Stock: રોકાણકારો પર થયો રૂપિયાનો વરસાદ! 5 વર્ષમાં આ કંપનીએ 1 લાખના બનાવ્યા 3 કરોડ

ભયંકર હીટ વેવની પણ આગાહી

ચોમાસાની સાથે હીટ વેવની પણ શક્યતા છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે, ઓગસ્ટથી જૂન દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 10 થી 20 દિવસ સુધી ગરમી રહી શકે છે.સામાન્ય રીતે આ સમયગાળો 4 થી 8 દિવસ સુધી ચાલે છે.

T20 World Cup Squad: શું T20 વર્લ્ડ કપ ઋષભ પંતને મળશે સ્થાન? જાણો ક્યારે થશે ભારતીય ટીમની જાહેરાત
  

    follow whatsapp

    ADVERTISEMENT