T20 World Cup Squad: શું T20 વર્લ્ડ કપ ઋષભ પંતને મળશે સ્થાન? જાણો ક્યારે થશે ભારતીય ટીમની જાહેરાત
હાલમાં ક્રિકેટ રસિયાઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં રોમાંચક મેચોનો આનંદ લઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન T20 વર્લ્ડ કપ 2024ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, જેમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ જગ્યા મળી શકે છે
ADVERTISEMENT
T20 World Cup Squad: હાલમાં ક્રિકેટ રસિયાઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં રોમાંચક મેચોનો આનંદ લઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન T20 વર્લ્ડ કપ 2024ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, જેમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ જગ્યા મળી શકે છે. તમને જણાવી દઈએ કે 30 ડિસેમ્બર 2022ની રાત્રે ઋષભ પંત કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ પછી તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો. પરંતુ હવે તે IPLમાંથી પરત ફર્યો છે અને સ્ટાઇલમાં રન બનાવ્યા છે.
T20 વર્લ્ડ કપની સ્કોડમાં ઋષભ પંતને સ્થાન મળી શકે છે!
આ વચ્ચે આજ તકને માહિતી મળી છે કે ઋષભ પંતને પણ ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો, પંત સિવાય BCCI પસંદગીકારો ઘણા ખેલાડીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જ્યારે પંત આઈપીએલમાં વિકેટકીપિંગમાં કમાલ કરી રહ્યો છે, ત્યારે તે બેટિંગમાં પણ તેની જૂની લય જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતે સતત બે અર્ધસદી ફટકારી છે.
VIDEO: હાર્દિકની કેપ્ટનશિપ પર પહેલીવાર ખુલીનો બોલ્યો રોહિત, સિક્રેટ વીડિયો વાયરલ
આ મહિનાની છેલ્લી તારીખે બેઠક યોજાશે
સૂત્રોએ જણાવ્યું કે, ઋષભ પંત પોતાનું ફોર્મ બતાવી રહ્યો છે અને ભવિષ્યમાં તે કેટલો ફિટ રહે છે તે અમે જોઈશું, પરંતુ અત્યારે તે સારો દેખાઈ રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ઘણા ખેલાડીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જેમાંથી પંત પણ એક છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે T20 વર્લ્ડ કપ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં રમાશે. T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત આ મહિનાના અંતમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારોની બેઠક આ મહિનાની છેલ્લી તારીખે એટલે કે 30મી એપ્રિલ અથવા મેના પહેલા દિવસે થઈ શકે છે. ત્યાર બાદ વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT