માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી સંકટ; જુઓ શું કહ્યું હવામાન વિભાગે
Gujarat Weather Update: એપ્રિલ મહિનો આકરો નીવડવાનો છે, કેમ કે ભરગરમીના આ સમયગાળામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભર ઉનાળે વરસાદની ચોંકાવનારી આગાહી
11 એપ્રિલથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી
માવઠું થવાની સંભાવનાએ લોકોને ચોંકાવી દીધા
Gujarat Weather Update: એપ્રિલ મહિનો આકરો નીવડવાનો છે, કેમ કે ભરગરમીના આ સમયગાળામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ તા.11 એપ્રિલ 2024થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અકળામણ અનુભવાય તેવી ગરમી રહેવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની સંભાવનાએ લોકોને ચોંકાવી દીધા છે.
ક્યારે અને કયા પડશે વરસાદ?
તા. 11 એપ્રિલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તો 12 એપ્રિલે ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદની સંભાવના છે. સાથે જ 13 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડવાની વકી છે. રાજ્યમાં આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતીમાં ફરી માવઠું થશે! અંબાલાલ પટેલે કરી વરસાદ પડવાની આગાહી
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં એપ્રિલ માસથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને એપ્રિલ માસમાં વારંવાર હવામાનમાં પલટો આવશે. ક્યારેક ગરમી, તો ક્યારે પવન, ક્યારેક આંધી તો ક્યારેક ગરમીથી રાહત મળશે.
ADVERTISEMENT
'8 અપ્રિલથી 2-4 ડિગ્રી વધશે તાપમાન'
તેમણે જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં તાપમાનમાં વધઘટ જોવા મળશે. હમણા જોઈએ તો તારીખ 8 અપ્રિલથી તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 2-4 ડિગ્રી તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં પણ ગરમીમાં વધારો થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કાળઝાળ ગરમી...માવઠું...વંટોળ...અંબાલાલ પટેલે ભરઉનાળે કરી 'માઠી' આગાહી, જુઓ શું કહ્યું
અંબાલાલ પટેલની માવઠાની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, તારીખ 12થી 18 એપ્રિલની વચ્ચે માવઠું થવાની શક્યતા છે. ગુજરાતના મહતમ ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. તો તારીખ 18 એપ્રિલ પછી ગરમી વધવાની શક્યતાઓ પણ રહેશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે. જેથી વારંવાર હવામાનમાં પણ બદલાવ આવવાની શક્યતા રહેશે. 26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પાર 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે.
ADVERTISEMENT