કાળઝાળ ગરમી...માવઠું...વંટોળ...અંબાલાલ પટેલે ભરઉનાળે કરી 'માઠી' આગાહી, જુઓ શું કહ્યું

ADVERTISEMENT

Ambalal Patel's Weather Forecast
અંબાલાલ પટેલે ભરઉનાળે કરી ભારે આગાહી
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી

point

એપ્રિલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે

point

12થી 18 એપ્રિલની વચ્ચે માવઠાની શક્યતાઃ અંબાલાલ

Ambalal Patel's Weather Forecast: એપ્રિલ મહિનાની શરૂઆતના આ દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયા વાતાવરણના પગલે લોકો કાળઝાળ ગરમી સામે રાહત અનુભવી રહ્યા છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને લઘુતમ તેમજ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી કરાઈ છે. જોકે, કેટલાક હવામાન નિષ્ણાંતોએ એપ્રિલના બીજા અઠવાડિયાથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે તેવી ચોંકાવનારી આગાહી કરી છે. 

એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે શરૂઃ અંબાલાલ

આ મામલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે,  ગુજરાતમાં એપ્રિલ માસથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને એપ્રિલ માસમાં વારંવાર હવામાનમાં પલટો આવશે.  ક્યારેક ગરમી, તો ક્યારે પવન, ક્યારેક આંધી તો ક્યારેક ગરમીથી રાહત મળશે. 

'8 અપ્રિલથી 2-4 ડિગ્રી વધશે તાપમાન'

તેમણે જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં તાપમાનમાં વધઘટ જોવા મળશે. હમણા જોઈએ તો તારીખ 8 અપ્રિલથી તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 2-4 ડિગ્રી તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં પણ ગરમીમાં વધારો થશે. 

ADVERTISEMENT

અંબાલાલ પટેલની માવઠાની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, તારીખ 12થી 18 એપ્રિલની વચ્ચે માવઠું થવાની શક્યતા છે. ગુજરાતના મહતમ ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. તો તારીખ 18 એપ્રિલ પછી ગરમી વધવાની શક્યતાઓ પણ રહેશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે. જેથી વારંવાર હવામાનમાં પણ બદલાવ આવવાની શક્યતા રહેશે.  26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પાર 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે. 

મે મહિનામાં પ્રજાની સ્થિતિ ભારે કફોડી બનશે

આપને જણાવી દઈએ કે, અત્યારે ઉત્તર ભારતથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સાથે આંધી વંટોળનું પ્રમાણ વધશે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ વધીને 43 ડિગ્રી સુધી જશે. જોકે, મે મહિનામાં પ્રજાની સ્થિતિ ભારે કફોડી થવાની છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT