ભગવંત માને અજાન માટે સભા અટકાવી, સરદાર પટેલને હાર ન પહેરાવ્યાનો દાવો
આણંદ : જિલ્લાના સોજીત્રામાં પંજાબના મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો. જો કે તેમાં ભગવંત માનના રોડ શોમા મોટી સંખ્યામા જનતાની ભીડ ઉમટી હતી. લોકોને સંબોધિત…
ADVERTISEMENT
આણંદ : જિલ્લાના સોજીત્રામાં પંજાબના મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો. જો કે તેમાં ભગવંત માનના રોડ શોમા મોટી સંખ્યામા જનતાની ભીડ ઉમટી હતી. લોકોને સંબોધિત કરી રહ્યા હતા. જો કે આ દરમિયાન બોરસદમાં પણ રોડ શૉમાં જનસભા સંબોધતા સમયે અચાનક અજાન શરૂ થઇ હતી. જેથી ભગવંત માને ભાષણ અધવચ્ચે અટકાવી દીધુ હતું.
જો કે ત્યાર બાદ સભા શરૂ કરી હતી. જો કે સભા પુર્ણ કર્યા બાદ તેઓ સરદારની પ્રતિમાને હાર પહેરાવ્યા વગર જ ત્યાંથી રવાના થયા હતા. જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓએ ફરિયાદ કરી હતી કે, જો તેઓ અજાન માટે પોતાની સભા થોડા સમય માટે અટકાવી શકતા હોય તો 2 મિનિટ મોડુ થતું હોય તો સરદાર પટેલને એક હાર પહેરાવી ન શકે.
સોજીત્રામા રોડ શૉ મા ઉપસ્થિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટી સર્વેમાં નથી આવતી સીધી સરકારમાં આવે છે. સારી શાળાઓ હોસ્પિટલ માટે આપ આદમી પાર્ટીને મત આપો. ગુજરાતમાં પેપર લીક થાય છે. ભ્રષ્ટાચાર થાય છે.આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો પેપર લીક બંધ થશે.27 વર્ષ પછી ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટીમાં ઉમ્મીદની કિરણ નજર આવી છે. કૉંગ્રેસને પૈસા આપીને લોકોની ભીડ એકત્ર કરવી પડે છે.
આપનું એક પગલું પરિવર્તન લાવશે.અંગ્રેજોએ 200 વર્ષમાં દેશને જેટલો નથી લૂંટયો તેટલો આ લોકોએ લૂંટયો છે. ગમે તેટલા હીરા મોતી એકત્ર કરી લો પણ યાદ રાખજો કફનમાં ખિસ્સું નથી હોતું. મહત્વનુ છે કે, સોજીત્રા વિધાનસભા બેઠક કોંગ્રેસ માત્ર નજીવા મતોથી જીતે છે. અને આ વખતે ભાજપ આ બેઠક જીતવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT