પીરાણામાં AMCના હાથમાં ખજાનો લાગ્યો, એકપણ રૂપિયાના ખર્ચ વગર આ રીતે કરોડોની આવક કરશે
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોકડી કરાવતા પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે. પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા વિવિધ બાયોગેસનું શુદ્ધીકરણ કરી ધંધાકીય રીતે વેચાણ કરવાના પ્રોજેક્ટનો…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોકડી કરાવતા પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે. પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા વિવિધ બાયોગેસનું શુદ્ધીકરણ કરી ધંધાકીય રીતે વેચાણ કરવાના પ્રોજેક્ટનો અમલ થઈ ગયો છે. પીરાણા ખાતે AMC અને ખાનગી કંપની દ્વારા PPP ધોરણે ઊભા કરાયેલા પ્લાન્ટમાંથી મીથેન ગેસનું ઉત્પાદન કરીને વેચાણ કરવાની શરૂઆત કરાઈ છે. જે 15 વર્ષમાં AMCને રૂ.60 કરોડની આવક કરી આપશે.
સુએજ પ્લાન્ટમાંથી નીકળતા ગેસમાંથી કમાણી
ખાસ છે કે, AMCનો આ પ્રોજેક્ટ એક પણ રૂપિયાના રોકાણ વગર કરોડોની આવક કરાવશે. 2013માં આ પ્રોજેક્ટનો નિર્ણય AMC દ્વારા કરાયો હતો. જેમાં પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા બાયોગેસને વિવિધ ટેકનોલોજીની મદદથી સીએનજીમાં બદલીને ગેસનું બોટલિંગ કરી ધંધાકીય ધોરણે વેચાણ કરવાનું નક્કી થયું હતું. આ માટે AMC અને રોકસ્ટોન કંપની વચ્ચે કરાર થયા હતા અને 3 હજાર ચોરસ મીટરમાં પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીએ રૂ.17 કરોડનું રોકાણ કરીને પ્લાન્ટ ઊભો કર્યો છે.
વર્ષે થશે કરોડોની કમાણી
અત્યાર સુધી AMC દ્વારા પ્લાન્ટમાંથી નીકળતા ગેસને સીધા બાળી નાખવામાં આવતો હતો. એવામાં હવે આ ગેસને શુદ્ધ કરીને તેનું વેચાણ કરીને આવક મેળવવામાં આવશે. કંપની સાથે કરાર મુજબ AMCને વાર્ષિક રૂ.અઢીથી 3 કરોડ જેટલી આવક થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT