Ahmedabad News: ‘હું પંજાબ પોલીસમાં છું’ એવું કહીને કર્યા લગ્ન, ભાંડો ફૂટતા સાસરિયાઓએ હદ વટાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • અમદાવાદની યુવતીને છેતરીને કર્યા લગ્ન
  • પંજાબ પોલીસમાં કામ કરતો હોવાનું જણાવ્યું
  • પોલ ખુલી તો યુવતીને ત્રાસ આપવાનું કર્યું શરૂ

Ahmedabad News: ભારતીય સમાજમાં અરેન્જ મેરેજ માટે છોકરો શું કરે છે તે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. એટલા માટે કેટલાક પોતાની નોકરી સાથે જોડાયેલી ખોટી જાણકારી આપે છે. પરંતુ જ્યારે પોલ ખુલે છે ત્યારે તે માણસ હકીકતમાં કંઈક અલગ જ નીકળે છે. આ વખતે એક શખ્સે લગ્ન માટે આ પ્રકારની પોસ્ટનો સહારો લીધો હતો. તેણે તો પોતાને પોલીસ અધિકારી ગણાવ્યો અને તે પણ પંજાબનો. યુવકે લગ્ન પણ કરી લીધા પરંતુ જ્યારે સાચી હકીકત યુવતીની સામે આવી ત્યારે તેણે યુવતી પર અત્યાચાર ગુજરવાનું શરૂ કરી દીધું. આખરે કંટાળીને યુવતી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી દીધી.

અમદાવાદની યુવતીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદના સૈજપુર બોધા વિસ્તારમાં રહેતી ખુશ્બુ (નામ બદલ્યુ છે)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિનોદ, સસરા રામવિલાસ, સાસુ બિમલા, જેઠ ગોવિંદ અને જેઠાણી રેખા સામે વિશ્વાસઘાત, ઘરેલું હિંસા અને દહેજની ફરિયાદ નોંધાવી છે.

2018માં થયા હતા લગ્ન

ખુશ્બુએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2018માં ખુશ્બુના લગ્ન પંજાબમાં રહેતા વિનોદ સાથે થયા હતા. હાલ તેને એક ચાર વર્ષનો દિકરો પણ છે. જ્યારે વિનોદ ખુશ્બુને જોવા માટે આવ્યો ત્યારે તેણે પોતે પંજાબ પોલીસમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી છોકરાની સારી નોકરી હોવાથી ખુશ્બુના માતા-પિતાએ લગ્ન નક્કી કરી દીધા હતા.

ADVERTISEMENT

પંજાબ પોલીસમાં હોવાનું જણાવ્યું હતું

લગ્ન બાદ પતિ વિનોદ પંજાબ પોલીસમાં નોકરી ન કરતો હોવાનું જાણવા મળતા જ ખુશ્બુના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે બાદ સાસરિયાઓએ તેની પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જોકે, લગ્ન જીવન ટકાવી રાખવા માટે ખુશ્બુ બધું સહન કરતી હતી.

વારંવાર પૈસાની કરતા હતાં માંગ

ખુશ્બુએ પુત્રને જન્મ આપ્યા બાદ પણ સાસરિયા તેને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પતિ વિનોદ તો એવું કહેતો હતો કે આ પુત્ર મારો છે જ નહીં. ખુશ્બુની ડિલીવરીનો ખર્ચો પણ તેણે ખુશ્બુના માતા-પિતા પાસેથી લીધો હતો. એટલું જ નહીં સાસરિયાઓ વારંવાર પૈસાની માંગ કરતા હતા.

ADVERTISEMENT

5 લાખ રૂપિયા માંગી કાઢી મુકી

જુલાઈ 2022માં પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી અને ચોખ્ખી ધમકી આપી હતી કે તારે પોલીસ ફરિયાદ કરવી હોય તો પણ કરી દે. તારે છુટ્ટાછેડા લેવા હોય તો તારા બાપ પાસેથી પાંચ લાખ રૂપિયા લેતી આવ. આમ કહીને તેને પંજાબથી અમદાવાદ ટ્રેનમાં મોકલી દીધી હતી. આખરે સાસરિયાના ત્રાસથી કંટાળીને ખુશ્બુ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT