PAVAGADH માં વિશાળ છત તુટી પડતા 1નું મોત, 8 શ્રદ્ધાળુઓ દટાયા

ADVERTISEMENT

Pavagadh dom collepse
Pavagadh dom collepse
social share
google news

PAVAGADH DOM Collapse: યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં માચી ખાતે આવેલા ચાચરચોકમાં વિશ્રામ સ્થળની છત તુટી પડતા 8 લોકો દટાયા હતા. પથ્થરોમાંથી બનેલો વિશાળ ડોમ તુટી પડવાના કારણે 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આઠથી વધારે લોકો હજી પણ દટાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના સ્થળ પર લોહીના ખાબોચીયા ભરેલા દેખાઇ રહ્યા છે. ઘટના અંગે જાણ થતા સ્થાનિક તંત્ર દ્વારા પણ રેસક્યું ઓપરેશ હાથ ધરવામાં આવ્યું છે. લોકોને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાવાગઢમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે માચી ખાતે પથ્થરમા પિલ્લરો પર શિલાઓ ગોઠવીને રેન બસેરા બનાવાયું હતું. કમોસમી વરસાદ શરૂ થતા દર્શન કરવા માટે જઇ રહેલા લોકો પૈકી કેટલાક લોકોએ અહીં વરસાદથી બચવા નીચે બેઠા હતા. દરમિયાન અચાનક આ સમગ્ર ડોમ તુટી ગયો હતો. જેના કારણે વિશાળ શિલાઓ લોકો પર પડતા લોકો દટાયા હતા. રેન બસેરાની વિશાળ છત અને છત્તને ટકાવી રાખવા મુકાયેલી વિશાળ શિલાઓ પડતા ત્રણ પુરૂષ, ત્રણ મહિલાઓ અને બે બાળકો કાટમાળમાં દટાયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જમોત નિપજ્યું હતું.

ઘટના અંગે સ્થાનિક તંત્રને માહિતી મળતાની સાથે જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોએ પહેલાથી જ કાટમાળ હટાવવાનું શરૂ કરી દીધું હતું. તંત્ર સાધનસામગ્રી સાથે આવતા યુદ્ધના ધોરણે રાહત અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. દટાયેલા લોકોને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 2 ગંભીર છે. બાકી તમામને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

ADVERTISEMENT

મૃતક
ગંગાબેન મહેશભાઇ દેવીપુજક (ઉ.વ 40)

ઘાયલો
મીનાબેન ખુમાનસિંહ પલાસ (ઉ.વ 21)
રાજવંશ મહેશભાઇ દેવીપુજ (ઉ.વ21)
સુમિત્રાબેન વેલસીંગભાઇ રાઠવા (ઉ.વ 18)
વિજયભાઇ ભઇલાલભાઇ દેવીપુજક (ઉ.વ25)
મારીબેન વિજયભાઇ દેવીપુજ ((ઉ.વ 5)
દીપક નટવરભાઇ દેવીપુજક ((ઉ.વ 28)
સોનલબેન વિજયભાઇ દેવીપુજક (ઉ.વ 30)
દક્ષ વિજયજભાઇ દેવીપુજક (ઉ.વ 2)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT