હદ છે… સુરતમાં Class-I અધિકારીની સરકારી ગાડીમાં દારુની હેરાફેરી કરતા 3 પકડાયા

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેરની રાંદેર પોલીસે સરકારી ગાડીમાં દારૂ હેરાફેરી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. ક્લાસ વન અધિકારીની ગાડીમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. આ દારૂની હેરાફેરી આઉટ સોર્સના ડ્રાઈવરો કરી રહ્યા હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી એક બોલેરો અને એક સ્વિફ્ટ કારમાંથી 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડયો છે.

અમદાવાદમાં બુટલેગરો પોલીસથી બેખોફ, હોમગાર્ડના ઘરે જઈને લાકડી-તલવારથી હુમલો, વાહનોમાં તોડફોડ કરી

પોલીસને તપાસમાં મળ્યો દારુનો જથ્થો
સુરતની રાંદેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દારૂના જથ્થા અંગે બાતમી મળી હતી. જેને લઈને પોલીસે રાંદેર મોરાભાગળ હનુમાન ટેકરી સામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સાયરન લગાવેલી એક બોલેરો અને સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી. પોલીસે કારને કોર્ડન કરી તપાસ હાથ ધરતા બોલેરો કારમાંથી સીટ નીચે ચાર બોક્સમાંથી દારૂની 24 બોટલ મળી આવી હતી. આ સાથે જ 24 બિયરની બોટલ પણ મળી આવી હતી. જ્યારે સ્વિફ્ટ કારમાંથી એક બોક્સમાંથી 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂ અને કાર મળી પોલીસે કુલ 8.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

કોણ કોણ પકડાયું? કોણ વોન્ટેડ?
રાંદેર પોલીસે આ મામલે રેનિશ નિજારભાઈ વટસરીયા, રાહુલ નિજારભાઈ વટસરીયા અને સાજીદ બદરૂદિન હાજીયાણીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ આપનાર ધનરાજ પ્રાણ પામેલાને વોન્ટેડ જાહેર કર્યો છે.

પાલનપુર વાસીઓ આનંદો! સરકારના આદેશે હવે શહેરમાં 8 City Bus દરેક રૂટમાં દોડતી દેખાશે

કેવી રીતે લઈ જતા સરકારી ગાડી?
સુરત પોલીસના એસીપી આર.પી. ઝાલા એ જણાવ્યું હતું કે, આ બંને ગાડીઓમાં આઉટસોર્સમાં ડ્રાઈવર્સ ફરજ બજાવતા હોય છે. આ કારમાં દમણથી દારૂનો જથ્થો લાવતા હતા. દારૂ લાવવા માટે અધિકારીઓને કહેતા હતા કે, આ કારને રિપેરિંગ માટે ગેરેજમાં મૂકવાની છે. જેથી અમે લઈ જઈએ છીએ. ત્યારબાદ દારૂની હેરાફેરી માટે તેનો ઉપયોગ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે, બોલેરો કાર છે એ સરકારી ગાડી છે. જ્યારે સ્વિફ્ટ કારમાં આગળ અને પાછળ બંને તરફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું. દમણથી દારૂ લાવીને સુરતમાં કોને વેચતા હતા એ અંગે તપાસ ચાલી રહી છે. આ ગાડીઓ અંગે પ્રાથમિક જાણવા મળ્યું છે કે, જે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર આ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. હાલ તો આ પહેલીવાર જ હેરાફેરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોએ પોલીસથી બચવા માટે જ આ કિમિયો કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT