'ભાજપના "ભિષ્મ પિતામહ" તમારે 'અહંકાર' ઓગાળવો છે કે પછી...' પરેશ ધાનાણીની વધુ એક કવિતા રણકી

ADVERTISEMENT

Paresh Dhanani
Paresh Dhanani
social share
google news

Rajkot Lok Sabha Seat: રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટની માંગ સાથે રવિવારે ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું. બીજી તરફ કોંગ્રેસે પણ રૂપાલાની સામે રણમેદાનમાં પરેશ ધાનાણીને ઉતાર્યા છે. જેઓ અવાર-નવાર કવિતાઓ લખીને ક્ષત્રિય સમાજ તરફ પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. ત્યારે રાજકોટના રતનપુરમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયોની સભા બાદ ફરી એકવાર પરેશ ધાનાણીએ કવિતા લખીને પરષોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો: Rain Forecast: બનાસકાંઠા, અમરેલી, કચ્છ સહિત આ જિલ્લાઓમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી

ધાનાણીએ ફરી કવિતા રણકારી

કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ક્ષત્રિયોના મહાસંમેલનનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમણે X પર ટ્વિટ કરીને લખ્યું છે કે,  હે ભાજપના ભીષ્મપિતામહ હવે તમારો અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી દેખાડવું છે, તારીખ 16ની સવાર સુધીમાં જો અહંકાર નહિ ઓગળે તો બપોરના ચારે, કુળદેવીના દ્વારે સૌ શીશ ઝુકાવીને શરૂ કરશું સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ.

આવતીકાલે ફોર્મ ભરશે પરેશ ધાનાણી

આવતીકાલે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ ભરીને પરેશ ધાનાણી રાજકોટ જશે. અમરેલીના કાર્યકર્તાઓ 200 કારના કાફલા સાથે ધાનાણીને કાગવડ સુધી મુકવા જશે. કવિતા દ્વારા ધાનાણીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ આવતીકાલે સાંજે 4 વાગ્યે કુળદેવીના આશીર્વાદ લઈને ચૂંટણીની ઉમેદવારીનું ફોર્મ ભરવાના છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: Stock Market Crash: આજે માર્કેટ નથી મજામાં! શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ

ક્ષત્રિય સમાજ 19 એપ્રિલે શરૂ કરશે આંદોલન પાર્ટ-2

ક્ષત્રિય સમાજમાં હજુ પણ પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન પર ખૂબ જ રોષ છે અને તેમની ટિકિટ રદ કરવાની જ માંગ કરી રહ્યા છે. રાજકોટના રતનપરમાં 14 એપ્રિલે અસ્મિતા સંમેલનમાં ગુજરાત જ નહીં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે ટિકિટ રદ નહીં થવા પર 19 એપ્રિલ પછી આંદોલનના પાર્ટ-2ની શરૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ખાસ જોવાનું રહેશે કે ભાજપ આ સમગ્ર વિવાદ મામલે કોઈ મોટો નિર્ણય લે છે કે પછી ક્ષત્રિય સમાજ આંદોલન યથાવત રાખશે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT