Rain Forecast: બનાસકાંઠા, અમરેલી, કચ્છ સહિત આ જિલ્લાઓમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી

ADVERTISEMENT

Rain forecast
Rain forecast
social share
google news

Gujarat Weather: ગુજરાત પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પરિણામે રાજ્યમાં ભર ઉનાળે અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આ બાદ આવતીકાલે 16 એપ્રિલથી તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે.

આ પણ વાંચો: Stock Market Crash: આજે માર્કેટ નથી મજામાં! શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ

આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થવાની આગાહી છે. એક બાજુ કાળજાળ ગરમી અને બીજી તરફ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડકથી લોકોને રાહત મળી રહી છે. તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે.  

આ પણ વાંચો: Salman Khan ના ઘરની બહાર ફાયરિંગ કરનારા હુમલાખોરોની તસવીર આવી સામે, પોલીસે શોધખોળ તેજ બનાવી

રવિવારે આ સ્થળોએ વરસાદ પડ્યો

ગઈકાલે જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની આંધી સાથે ભારે પવન ફૂંકાયો હતો. તો ચાંદખેડા , એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ તથા અંબાજીમાં પણ વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT