Surat: પિયુષ ધાનાણીને પડ્યા લાફા, ચાલુ ટુ-વ્હીલરે ફોન પર વાત કરતી મહિલાને અટકાવતા હોબાળો

ADVERTISEMENT

Piyush Dhanani
Piyush Dhanani
social share
google news

Surat News: સુરતમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને લોકોને ટ્રાફિકનું પાલન કરાવતા પિયુષ ધાનાણી પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. ચાલુ ટુ-વ્હીલર પર ફોન પર વાત કરતી મહિલાને અટકાવતા મોટો વિવાદ થયો હતો. જેને લઈને રોષે ભરાયેલી મહિલાએ પિયુષ ધાનાણીને જાહેરમાં લાફા મારી દીધા હતા. જેનો વીડિયો હાલ વાઈરલ થયો છે.

શું હતો સમગ્ર વિવાદ?

હકીકતમાં સુરતના વરાછા વિસ્તારમાં એક મહિલા ચાલુ ટુ-વ્હીલર પર ફોન પર વાત કરતા જઈ રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા પિયુષ ધાનાણીએ મહિલાને ફોન પર વાત કરતા અટકાવતો હોબાળો થઈ ગયો હતો. જોકે મહિલાને અટકાવનારા પિયુષ ધાનાણીએ પોતે જ હેલ્મેટ નહોતું પહેર્યું, જેથી મહિલા વિફરી હતી. ઘટનાને પગલે સ્થાનિકોનું ટોળું સ્થળ પર ભેગું થઈ ગયું હતું અને રોષે ભરાયેલી મહિલાએ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણીને લાફા મારી દીધા હતા. 

બોલાચાલીની ઘટના કેમેરામાં કેદ થઈ

વિગત મુજબ સમગ્ર ઘટના બે દિવસ પહેલાની છે. મહિલા સાથે બોલાચાલીની સમગ્ર ઘટના સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો વાઈરલ થયો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ સુરતમાં રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકવા જતા પિયુષ ધાનાણી પર ટોળાએ હુમલો કર્યો હતો. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT