Vadodara: પોલીસકર્મીઓએ મિત્રો સાથે બેઠેલા યુવકને દંડાથી મારી પોલીસ વાનમાં 2 કિમી સુધી ઢસડ્યો
Vadodara News: વડોદરામાં પોલીસ પર ગંભીર આરોપો લાગ્યા છે. શહેરના રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને બે કોન્સ્ટેબલ સહિત 3 પોલીકર્મીઓએ ઢોર માર મારીને પોલીસ વાન સાથે 2 કિલોમીટર સુધી ઢસડ્યો હોવાનો આરોપ યુવકના પરિજનોએ લગાવ્યો છે.
ADVERTISEMENT
Vadodara News: વડોદરામાં પોલીસ પર ગંભીર આરોપો લાગ્યા છે. શહેરના રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને બે કોન્સ્ટેબલ સહિત 3 પોલીકર્મીઓએ ઢોર માર મારીને પોલીસ વાન સાથે 2 કિલોમીટર સુધી ઢસડ્યો હોવાનો આરોપ યુવકના પરિજનોએ લગાવ્યો છે. હાલમાં યુવકની હાલત ગંભીર છે અને તેને ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.
મિત્રો સાથે બેઠો હતો યુવક
વિગતો મુજબ, વડોદરા રેલવે સ્ટેશન પાસે મોહમ્મદ ફૈઝાન આમલેટની લારી બંધ કરીને પોતાના મિત્રો સાથે બેઠો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર પોલીસ વાન સાથે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકના પરિજનોનો આરોપ છે કે પોલીસકર્મીઓએ યુવકને દંડાથી માર માર્યો હતો અને બાદમાં બોચી પકડીને પોલીસ વાન સાથે ઢસડ્યો હતો. જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાદ પોલીસ કર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસ પર જ લાગ્યા ગંભીર આરોપ
ઘટનાની જાણ થતા જ યુવકના પરિજનો ત્યાં પહોંચી ગયા હતા અને તેને લઈને સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવકની હાલત ગંભીર છે અને તે ICUમાં એડમિટ છે. પોલીસકર્મીઓ દ્વારા યુવકને માર મારવાની ઘટના સામે આવતા ડીસીપી, ACP અને PI સહિતનો કાફલો સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. જોકે પોલીસ પર આરોપ લાગી રહ્યા છે કે આરોપી પોલીસકર્મીઓ હોવાથી પોલીસ દ્વારા તેમના નામો જાહેર કરવામાં નથી આવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT