કેનેડા-અમેરિકાથી પુસ્તકો અને રમકડામાં અમદાવાદ ડ્રગ્સ આવતું, ઈન્ટરનેશનલ ડ્રગ્સ ખેલનો પર્દાફાશ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા યુવાધનને નશાના રવાડે ચડાવવા નવા નવા રસ્તાઓ અપનાવાઈ રહ્યા છે. હાલમાં જ કચ્છમાંથી 800 કરોડની કિંમતનું ડ્રગ્સ મળ્યું હતું, ત્યારે હવે અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવાની નવી મોડસ ઓપરન્ડીનો પર્દાફાસ થયો છે. જેમાં ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અમેરિકા તથા કેનેડા જેવા દેશોમાંથી રમકડા અને પુસ્તકોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું.

સાયબર યુનિટે જપ્ત કર્યું ડ્રગ્સ

અમદાવાદ સાયબર યુનિટે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કર્યો છે. જેમાં કેનેડાથી ભારત ડ્રગ્સ મોકલવામાં આવ્યાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. જેમાં સાયબર યુનિટે 2.31 લાખની કિંમતનું 2.31 ગ્રામ કોકેઈન અને 46 લાખની કિંમતના 6 કિલો ગાંજો મળી આવ્યો છે. ડ્રગ્સ માફિયા દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સ મોકલવા માટે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાતો હતો.

પુસ્તકમાં કેવી રીતે લવાતું ડ્રગ્સ?

જેમાં અમેરિકા, કેનેડા, ફુકેતથી ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. આ માટે કુરિયર કંપનીની આડમાં રમકડા અને પુસ્તકોમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. જેમાં પુસ્તકના પાનામાં ડ્રગ્સને પલાળીને રાખામાં આવતું હતું. બાદમાં ડિલીવરી મળતા પેજના નાના ટુકડા કરીને પાણીમાં પલાળીમાં ડ્રગ્સ તૈયાર કરી કુરિયર કંપની દ્વારા ડિલિવરી કરવામાં આવતી હતી. સાયબર યુનિટે આ ખુલાસા સાથે ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારને ટ્રેસ કરાયો હોવાનો પણ દાવો કર્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT