Ahmedabad: મા-બાપ વિનાના દીકરાને ઈકો ચાલકે 200 મીટર સુધી ઢસડ્તા મોત, CCTVમાં કેદ થઈ ઘટના

Gujarat Tak

ADVERTISEMENT

Ahmedabad Accident
Ahmedabad Accident
social share
google news

Ahmedabad Accident News: અમદાવાદમાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના સોલા સિવિલ પાસે ઈકો કારના ચાલકે 15 વર્ષના વિદ્યાર્થીને 200 મીટર સુધી રોડ પર ઢસડ્યો હતો. સ્થાનિક લોકોએ બુમ પાડવા છકાં ચાલકે કાર ન રોકી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયેલા વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

ઈકો ચાલકે રસ્તાની બાજુમાં ઊભેલા યુવકને ટક્કર મારી

વિગતો મુજબ, અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતો અમન 10મી મેના રોજ સવારે 9 વાગ્યે ઘરેથી મેટ્રોમાં એસ.જી હાઈવે પર આવેલી આર.સી ટેકનિકલ કોલેજમાં અભ્યાસ માટે નીકળ્યો હતો. કોલેજમાં એસાઈનમેન્ટ સબમિટ કરીને અમન હાઈવે પર મિત્રોની સાથે રોડની બાજુમાં ઊભો હતો. દરમિયાન એક ઈકો કાર પૂરપાટ ઝડપે આવી અને અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. કારના ટાયર અમનના શરીર પર ફરી વળતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

સોલા સિવિલમાં સારવાર બાદ મોત

અકસ્માત થતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અમનને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે 45 મિનિટની સારવાર બાદ તેનું મોત થઈ ગયું. પરિજનોનો આરોપ છે કે સોલા સિવિલમાં પૂરતા સાધનોના અભાવ હોવાથી અમનને અસારવા સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો

ADVERTISEMENT

માતા-પિતાનું પહેલા થયું હતું નિધન

અમનના પિતરાઈ બહેન મયૂરીએ જણાવ્યું હતું કે, અમનના માતા-પિતાનું અવસાન થયેલું છે. અમનના માતાનું 8 વર્ષ પહેલા અને તેના પિતાનું 10 વર્ષ પહેલા નિધન થયું હતું. તે 10 વર્ષથી અમારી સાથે રહેતો હતો. તેનો એક મોટો અને એક નાની ભાઈ છે. 

 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT