GPSC Prelims Exam Result: GPSC પ્રિલિમ્સનું પરિણામ ક્યારે આવશે? ઉમેદવારો માટે મહત્વની અપડેટ
GPSC Prelims Exam Result: GPSC દ્વારા 7 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવેલ Civil Services (Preliminary) 2023 ની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવમાં આવી છે. હવે ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે એક મહત્વની અપડેટ મળી રહી છે.
ADVERTISEMENT
GPSC Prelims Exam Result: GPSC દ્વારા 7 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવેલ Civil Services (Preliminary) 2023 ની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવમાં આવી છે. હવે ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે એક મહત્વની અપડેટ મળી રહી છે. મળતી માહિતી અનુસાર, ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1, ગુજરાત સિવિલ સેવા, વર્ગ 1, 2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ 2 ની પરીક્ષા યોજાઈ હતી અને 21 જાન્યુઆરીના રોજ TDO ની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી જેના પરિણામ 15 મે આસપાસ જાહેર થઈ શકે છે.
293 જગ્યાઓ ભરવા લેવામાં આવી હતી પ્રારંભિક પરીક્ષા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 293 જગ્યાઓ ભરવા માટે જાન્યુઆરીમાં પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભિક પરીક્ષામાં પાસ થયા બાદ ઉમેદવારો મુખ્ય પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ આધારે પસંદગી કરવામાં આવશે. જો TDO ની વાત કરવામાં આવે તો પ્રારંભિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા ઉમેદવારોને આપવી પડશે અને તેના મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે.
Gujarat Police Recruitment: પોલીસ ભરતીની શારીરિક કસોટી ક્યારે યોજાશે? Hasmukh Patelની મોટી જાહેરાત
GPSC 2024નું ભરતી કેલેન્ડર
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર પ્રમાણે આ વર્ષે વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો વર્ગ-1,2ની ભરતીની વાત કરવામાં આવે તો આ વર્ષે 164 પદો પર ભરતી કરવામાં આવશે. કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર 2024માં આ જાહેરાત પ્રકાશિત થશે જેની પ્રિલિમ પરીક્ષા 2025ના એપ્રિલ મહિનામાં લેવાય શકે છે. પરંતુ સવાલએ છે કે અગાઉના વર્ષોમાં જાહેર કરવામાં આવેલ ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી એવામાં વધુ એક પરીક્ષા માટે તારીખ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યારે યોજાશે પોલીસની શારીરિક કસોટી
Gujarat Police Physical Exam Date 2024: પોલીસ ભરતીના ઉમેદવારો સૌથી મોટો પ્રશ્નએ હોય છે કે, શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે? તો તેના પર હસમુખ પટેલે જણાવ્યું કે, શારીરિક કસોટી ચોમાસ પછી લેવાશે. ઓકટોબર-નવેમ્બર મહિના આસપાસ પોલીસ ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે.
ADVERTISEMENT