Ahmedabad News: 'PIના ત્રાસથી મને આપઘાતના વિચાર આવે છે', PSIના લેટર બોમ્બથી મચ્યો ખળભળાટ

ADVERTISEMENT

Nikol Police
Nikol Police
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના PI સામે માનસિક ત્રાસ આપવાનો આરોપ PSI દ્વારા લગાવાયો છે. ખુદ PSI દ્વારા ઉચ્ચ અધિકારી સામે આ રીતે આરોપ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગંભીર આરોપ સાથે PSI નો પોલીસ કમિશનરને મોકલેલો પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ H ડિવિઝનના ACP દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

શું હતો સમગ્ર મામલો?

PSI જયંતિભાઈ શિયાળે ગૃહ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો હતો. જેમાં કહ્યું હતું કે, તેઓ PI કે.ડી જાટના ત્રાસથી કંટાળીને રાજીનામું આપવા માંગે છે. તેમના ત્રાસથી મારો પરિવાર પણ ડિસ્ટર્બ છે. પત્ની અને બાળકો હેરાન થતા જીવન ટૂંકાવવાના વિચારો આવે છે. પત્રમાં વધુમાં આરોપ લગાવાયો છે કે, પોલીસ સ્ટેશનમાં અન્ય કર્મચારીની સરખામણીમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને કોઈ ભૂલ થાય તો અન્ય કર્મચારીઓની સામે ગાળો બોલીને અપમાનિત પણ કરવામાં આવે છે. 

પત્ર લખીને PSI પરિવાર સાથે ગાયબ થયા

તેમની સાથે મારા દ્વારા ઉકેલવામાં આવેલા કેસનો શ્રેય તેઓ બીજાને આપતા. આ ઉપરાંત અનેક નાની-મોટી ઘટનાઓમાં મને માનસિક ત્રાસ આપવામાં આવતો. અનેકવાર આવી ઘટનાઓથી પીડાઈને મેં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. આ અંગે મેં મારા પરિવારને જાણ કરી છે. હાલમાં હું પરિવાર સાથે બહારગામ જાવ છું. આશા છે કે ઘટનાને લઈને કોઈ નિરાકરણ આવે. ખુદ PI સામે આ પ્રકારની હેરાનગતિના આરોપ PSI દ્વારા લગાવવામાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિગતો મુજબ, H ડિવિઝન આ અંગે તપાસ કરશે. 

ADVERTISEMENT

અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે PI જાટ

ઉલ્લેખનીય છે કે, PI જાટ અનેક વખત વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. આ પહેલા 1 કરોડના જમીન પ્રકરણમાં તેમના પર આક્ષેપો થયા હતા. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. 

    follow whatsapp

    ADVERTISEMENT