Gandhinagar: ગુજરાતમાં ફરી લૂંટેરી દુલ્હન ગેંગ બની બેફામ, એક જ જિલ્લામાં 3 યુવકોને બનાવ્યા શિકાર

Gujarat Tak

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar Crime News: ગુજરાતમાં ફરી એકવાર લૂંટેરીના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ત્રણ જેટલા યુવકો આ દુલ્હન ગેંગનો ભોગ બન્યા છે. લગ્ન માટે પૈસા પડાવ્યા બાદ દુલ્હન ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જે બાદ ત્રણેય લગ્ન કરનાર યુવકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે લૂંટેરી દુલ્હન સહિત પાંચ જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે.

ગામના યુવકે બતાવેલી છોકરી નીકળી લૂંટેરી દુલ્હન!

વિગતો મુજબ, રૂપાલ ગામના યુવકે લગ્ન માટે મોટા ભાઈ તથા સંબંધીઓને વાત કરી હતી. આથી ગામના શૈલેષ પટેલે તેને 3 મહિના અગાઉ એક છોકરીનો ફોટો બતાવ્યો હતો. બાદમાં છોકરી જોવાનું નક્કી થતા વલસાડના ચીખલી નજીક એક ખેતરમાં યુવકને લઈ જવાયો હતો. અહીં યુવકે છોકરી જોઈ અને એકબીજા સાથે વાતચીત બાદ આગળ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે શૈલેષે છોકરીવાળી લગ્નના ખર્ચને પહોંચી નહીં વળે એમ કહીને યુવકને મદદ કરવા માટે કહેતા તેણે 3 લાખ રોકડા આપ્યા હતા. બાદમાં 17 ફેબ્રુઆરીએ આર્ય સમાજની વાડીમાં યુવક અને યુવતીના લગ્ન થયા હતા. 

લગ્ન બાદ કરી પૈસાની માંગણી

લગ્ન બાદ પત્નીએ 28 હજારનો ફોન માગ્યો અને થોડા દિવસ પિયરમાં રહીને ઘરે પરત આવી હતી. બાદમાં ફરી એપ્રિલમાં યુવતી પિયર ગઈ અને દાંતની ટ્રિ્ટમેન્ટ માટે 28 હજાર માગ્યા હતા. યુવકે અમદાવાદમાં ટ્રિટમેન્ટ કરાવવાનું કહેતા લૂંટેરી દુલ્હને તેને કોર્ટમાં મળવાની ધમકી આપીને ફોન કાપી નાખ્યો હતો. દરમિયાન યુવકને જાણવા મળ્યું કે, શૈલેષે ગામના જ અન્ય એક યુવકને પણ વલસાડની છોકરી બતાવી હતી. જે લગ્નના એક મહિનામાં 3.40 લાખની છેતરપિંડી કરીના ફરાર થઈ ગઈ હતી. આટલું જ નહીં શૈલેષે રાંધેજા ગામના એક યુવકને પણ છોકરી બતાવી હતી, જે 3.50 લાખ લઈને ગાયબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

ત્રણ-ત્રણ યુવકો સાથે કરાઈ છેતરપિંડી

આ સમગ્ર ઘટના સામે આવતા ત્રણેય યુવકે ભેગા થઈને શૈલેષનો સંપર્ક કર્યો હતો. આથી શૈલેષે ત્રણેયની તેમની પત્ની પાછી લાવી આપશે તેમ જણાવ્યું હતું, પરંતુ ઘણા દિવસો વીતી જવા છતા એકપણ યુવતીને સંપર્ક થયો નહોતો. બીજી તરફ શૈલેષ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આથી ત્રણેય યુવકોએ શૈલેષ પટેલ, હિતેષ પટેલ, માનસી પટેલ, રોહિણી પટેલ તથા નયના પટેલ અને અન્ય એક મહિલા સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. તો બીજી તરફ પોલીસે પણ લોકોને આ રીતે લગ્નની લાલચ આપતા વચેટીયાઓથી સાવધાન રહેવા અપીલ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT