વિધાનસભામાં SBIના અધિકારીઓની લાઈન લાગી, કાલથી દર મહિને MLAના ખાતામાં આટલો પગાર પડશે

Yogesh Gajjar

• 07:05 AM • 19 Dec 2022

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ચૂંટણી જીતેલા 182 ધારાસભ્યોનો શપથવિધિ યોજાઈ રહી છે. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ તેમના પગાર-ભથ્થાઓ શરૂ થતા હોય છે. ત્યારે વિધાનસભામાં…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ચૂંટણી જીતેલા 182 ધારાસભ્યોનો શપથવિધિ યોજાઈ રહી છે. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ તેમના પગાર-ભથ્થાઓ શરૂ થતા હોય છે. ત્યારે વિધાનસભામાં જ ધારાસભ્યોના પગાર-ભથ્થા માટે બેંક એકાઉન્ટ ખોલવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને SBIના અધિકારીઓ દ્વારા બેંક ખાતા ખોલવાનો કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યોના આજે જ બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે. ઉપરાંત તેમના આઈકાર્ડ પણ આજે જ ઈસ્યુ થશે.

આ પણ વાંચો

CMને મહિને લાખો રૂપિયાનો પગાર હોય છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમને દર મહિને 3 લાખ 21 હજાર રૂપિયાનો પગાર મુખ્યમંત્રી તરીકે મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સારા પગારની સાથે અન્ય સુવિધાઓ પણ મળશે. જેમાં તેમને ફ્રીમાં રહેઠાણ, મુસાફરી કરવી હોય એના માટેનું ભથ્થું, તબીબી સુવિધાઓ વગેરે મળશે.

ધારાસભ્યોને પણ 1.16 લાખ પગાર મળે છે
ધારાસભ્યોની વાત કરીએ તો તેમને દર મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર મળશે. જેમાં 78800 બેસિક સેલેરી અને 26000 મોંઘવારી ભથ્થું હશે. આ સાથે જ તેમને મફત બસની મુસાફરીની સુવિધાઓ તથા સારવાર સહિતની સુવિધાઓ પણ મફત મળશે. ગાંધીનગરમાં 1.25 રૂપિયાના રોજના ભાડે ક્વાટર્સ મળશે. ઘરમાં સોફા, એસી, પંખા, ફ્રિજ સહિતની સુવિધાઓ હશે.

CMએ વિધાનસભામાં સૌથી પહેલા શપથ લીધા
બપોરે 12 વાગ્યે જ વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યોની શપથવિધિ શરૂ થઈ હતી. જેમાં સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા હતા. આ બાદ અન્ય ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. જ્યારે શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે દાવેદારી નોંધાવી હતી. શપથવિધિ પહેલા જ ભાજપના ધારાસભ્ય દળની એક ખાસ બેઠક પણ યોજાઈ હતી.

70 જેટલા ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટાયા
ગુજરાતની વિધાનસભામાં ભાજપના આ વખતે પહેલીવાર 156 ધારાસભ્યો હશે. જેમાં 70 જેટલા ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટાયા છે, આવતીકાલે ગૃહમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પણ છે, એવામાં ગૃહની કામગીરી કેવી રીતે થાય છે, તેમના વોટનું કેટલું મહત્વ હોય છે આ તમામ બાબતો પર નવા ધારાસભ્યોને આજે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    follow whatsapp