Congress એ 2017થી 2022 સુધીમાં 15 થી વધુ MLA ગુમાવ્યા

Niket Sanghani

04 Oct 2022 (अपडेटेड: Oct 11 2022 6:15 PM)

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં અનેક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના વધુએક નેતા હર્ષદ રીબડિયાએ…

Congress

Congress

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં અનેક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના વધુએક નેતા હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસના હર્ષદ રીબડિયાએ  ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2017થી ગુજરાતમાં દર વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે. દર વર્ષે કોઈ પણ ચૂંટણી આવે કોંગ્રેસને સતત ફટકા પડી રહ્યા છે. વર્ષ 2017થી 2022 સુધીમાં કોંગ્રેસે 15થી વધુ ધારાસભ્યો ગુમાવ્યા છે.

આ પણ વાંચો

વર્ષ 2017ની ચૂંટણી પછીના વર્ષે જસદણ બેઠક પરના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ એક પછી એક નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન હવે હર્ષદ રીબડિયા પણ ભાજપમાં જોડાઈ તેવી અટકળો લાગી રહી છે.

વર્ષ 2017 બાદ કોંગ્રેસે ગુમાવ્યા આટલા MLA

  • કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
  • જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
  • અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
  • પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
  • બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
  • સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
  • આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
  • જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
  • મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
  • જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
  • પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
  • પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
  • અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
  • અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
  • ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
  • વલ્લભ ઘાવરિયા – જામનગર વિધાનસભા બેઠક
  • હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક

જૂનાગઢમાં કોંગ્રેસને મોટો ફટકો
જૂનાગઢ  જિલ્લાના કોંગ્રેસના 50 ટકા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. વર્ષ 2017માં જુનાગઢ જિલ્લાની 5 બેઠકોમાંથી કોંગ્રેસને જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને માણાવદર  બેઠક મળી હતી. જ્યારે કેશોદ બેઠક પર દેવા માલમ જીત્યા હતા. પરંતુ વર્ષ 2022 આવતા આવતા કોંગ્રેસે જુનાગઢ જિલ્લામાં જ બે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. પહેલા માણાવદર ના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડ્યો અને ભાજપમાં ભળ્યા છે. જ્યારે હવે વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ રાજીનામું ધરી દીધું.

    follow whatsapp