સુરત પોલીસે અજીબ વાહન ચોરને પકડી પાડ્યો, પોતાની આ ચાલાકીથી કરી ચૂક્યો છે આટલા વાહનોની ચોરી

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યભરમાં વાહન ચોઋણ કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં સતત વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વાહન ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. વાહન ચોરી રેપીડો અથવા ઓલા બાઈક ચાલોકોની મદદથી વાહનોની ચોરી કરતા યુવકને પોલીસે જેલ પાછળ ધકેલી દીધો છે.

તસ્કરો નો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે સુરતમાં હવે વાહન ચોરીના ગુનાઓ સતત વધી રહ્યા છે. વાહનો રોકડા ભાવે વેચાઈ જતા હોવાથી વાહન ચોરો વાહનોની ચોરી કરતા હોવાની સતત ફરિયાદો પોલીસ સામે આવી રહી હતી. જેને લઇને સુરત પોલીસે વાહન ચોરી કરતાં તસ્કરો સામે લાલ આંખ કરી છે. વાહન ચોરી કરતાં તસ્કરોને પકડી પાડવા માટે ખાસ આયોજન કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે સુરતની ઉમરા પોલીસને માહિતી મળી હતી કે ભટાર વિસ્તારમાં રહેતો એક યુવાન ચોરીની એકટીવા ગાડી સાથે ફરી રહ્યો છે. જેથી આ માહિતીના આધારે પોલીસે વોચ રાખીને આ ઈસમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચ વાહનો ચોરી કર્યાની કરી કબૂલાત
પોલીસે આરોપીને પકડી પાડી વાહન ચોરીના 5 ગુના સાથે 5 ગાડીઓ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.ત્યારે વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી પ્રેમ સનચેતીએ પોલીસ સમક્ષ પોતાની પાસે રહેલી ગાડી ચોરીની હોવાની કબુલાત કરી હતી. અત્યાર સુધીમાં પાંચ જેટલી ગાડી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: IPL 2023: પહેલી મેચમાં જ એક લાખ કરોડનો સટ્ટો રમાશે? દુબઈ બેઠેલા મોટા માથા સક્રિય

આ કરને કરતો હતો ચોરી
આરોપી પ્રેમ સનચેતી દારૂ પીવાનો શોખીન હતો. પોતાનો ખોખ પૂરો કરવા માટે પૈસાની જરૂર હતી. પૈસા સરળતાથી મળી રહે એ માટે વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. વાહન ચોરી માટે અપનવતો હતો અજીબ તરીક. આરોપી પ્રેમ સનચેતી પાર્કીંગમા જે વાહનોના સ્ટેયરીંગ લોક ખુલ્લા હોય તેવા વાહનોને ટાર્ગેટ કરતો હતો. આવા વાહનોને રેપીડો અથવા ઓલા બાઈક સર્વીસને કોલ કરી બોલાવી કહેતો કે, મારી ગાડીની ચાવી ખોવાઈ ગયેલ છે, ચાવી વાળાને ત્યાં સુધી પગથી ધક્કો મારી પહોંચાડી આપો. તેમ કહી કુલ પાંચ એક્ટીવા મોપેડની ચોરી કરી ચૂક્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT