સોપારી કાંડ: સામખિયાળી પોલીસે મુન્દ્રાથી નિકળેલો 49.36 લાખનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news
કચ્છ: રાજ્યમાં પોલીસ હવે સ્મગલિંગ પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે મુન્દ્રાના ગોદામમાં બોર્ડર રેન્જની ટીમે દરોડો પાડી રૂ.1.56 કરોડનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપ્યા બાદ હવે સામખિયાળી પોલીસે મુન્દ્રાથી જ નિકળેલો 49.36 લાખનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપી લીધો છે. ત્યારે કચ્છમાં સોપારી કાંડમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસે રોકેલી ટ્રકમાં બોગસ ઇ-વે બીલ અને ટ્રાન્સપોર્ટ બીલ્ટીના આધારે બહાર લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જેમાં છ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સોપરી કાંડ ભારે ચર્ચામાં છે. આ દરમિયાન મુન્દ્રાના ગોદામમાં બોર્ડર રેન્જની ટીમે દરોડો પાડી રૂ.1.56 કરોડનો સોંપરીની જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરમિયાન ગોદામમાંથી નિકળી ગયેલી GJ-12 BV-0085 નંબરની એક ટ્રકને સામખિયાળી પોલીસે હાઈવે પર વાંઢીયા નજીકથી ઝડપી પાડી હતી.અને આ મામલે પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
24,680 KG સોપારીનો જથ્થો ઝડપાયો
કચ્છમાં સાયબર સેલની ટીમે આદિનાથ ગોડાઉનમાં દરોડો પાડી 1.56કરોડની સોપારી ભરેલી ત્રણ ટ્રક જપ્ત કરી હતી. દરમિયાન, દરોડા પહેલા ગોદામમાંથી નિકળી ગયેલી GJ-12 BV-0085 નંબરની એક ટ્રકને સામખિયાળી પોલીસે હાઈવે પર વાંઢીયા નજીકથી ઝડપી પાડી હતી. ટ્રકમાં રૂ.49,36,000 ની કિંમતનો 24,680 કિલોગ્રામ સોપારીનો જથ્થો ભરેલો હતો.
બોગસ ઇ વે બિલ બતાવ્યું
પોલીસે પૂછપરછ કર્યા બાદ આધાર પૂરાવા માંગતા તેમણે એક્રેલિક પ્રોસેસીંગ એઈડ નામની પેઢીનું ઈ-વે બિલ અને ટ્રાન્સપોર્ટ બિલ્ટી રજૂ દેખાડ્યા હતા. પોલીસે કરેલી પ્રાથમીક તપાસમાં ઈ-વે બિલ અને બિલ્ટી બોગસ હોવાનું પૂરવાર થયું હતું.
પોલીસ દ્વારા ડ્રાઈવર-ક્લિનરની પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, આદિનાથ ગોડાઉનમાંથી માલ ભર્યો ત્યારબાદ ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો હતો અને ગોડાઉન સંચાલક સાથે ઈ-વે બિલ ક્યાં અને કોને પહોંચાડવાનું છે તેવી વાત કરી હતી. થોડીવાર બાદ અજાણ્યો મોટર સાયકલચાલક રૂબરૂ આવીને ગોડાઉન સંચાલક અમિત કટારીયાને ઈ-વે બિલ અને બિલ્ટી આપી ગયો હતો.
સુરતમાં પતિ સાથે ઝગડો થતાં પરણીતાએ બે પુત્રીઓ સાથે ઝેરના પારખાં કર્યા, પુત્રીઓની હાલત ગંભીર

6 આરોપી સામે ગુનો દાખલ
પોલીસે ટ્રકના ડ્રાઈવર ક્લિનર સાથે ગોડાઉન સંચાલક અમિત કટારીયા, ગોડાઉનમાં માલ મોકલનાર ભરત ભદ્રા, ફોન પર વાત કરનારાં ટ્રાન્સપોર્ટર અને બોગસ ઈ-વે બિલ, ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવનાર અજ્ઞાત શખ્સ મળી 6 આરોપી સામે ગુનો દાખલ કરી તપાસનો ધમ ધમાટ શરૂ કર્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

આ પણ વાંચો

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT