Morbi: ફરાળી લોટના ઉપયોગ બાદ જિલ્લામાં 25 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર ઉઠયા સવાલો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી:  રાજ્યભરમાં રામનવમીની ઉજવણી થઈ હતી. શોભાયાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય હતા. ત્યારે રામનવમીના દિવસે લોકો ફરાળી લોટની વાનગી ભોજનમાં લેતા હોય છે. ત્યારે તેવી જ રીતે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ ફરાળીલોટમાંથી બનેલ ફરાળી વાનગી ખાધી હતી.અને ત્યાર બાદ 25 જેટલા લોકોફૂડ પોઈઝનિગ થયું હતું અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મોરબી શહેરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ કોઈએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કર્યા હતા. જોકે ફરાળી લોટને કારણે મોરબીમાં અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ થયાનું સામે આવ્યું છે. જેથી કરીને 20થી વધુ લોકોને ઉલ્ટી તથા ચક્કર આવવા લાગ્યા હતા. જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા. જ્યારે એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મામલે સવાલો ઉઠયા છે.

આ પણ વાંચો: કાલે પટિયાલા જેલમાંથી બહાર આવશે નવજોત સિંહ સિદ્ધુ, આ કારણે મળી હતી સજા

આ પણ વાંચો

ADVERTISEMENT

ઉઠયા અનેક સવાલો
મોરબીમાં રામનવમીના પર્વે ઉપવાસ કરતા હોવાથી લોકોએ ફરાળી લોટની વાનગી બનાવી આરોગી હતી જેના કારણે અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ થયાનું સામે આવ્યું છે જેથી શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી તો કાર્યરત કરી દેવામાં આવી છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તહેવાર પર ચેકિંગ કરવામાં આવ્યું કે નહીં તે સવાલ ઉઠે છે. જો કોઈ ચકાસણી થઈ તો શું કોઈ નમૂના લેવામાં આવ્યા હતા? કે પછી લોલંમલોલ ચાલ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રાજેશ આંબલીયા, મોરબી )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT