વિધર્મી યુવતી સાથે લગ્ન કરનારા હિતેશનું 3 મહિનામાં મૃત્યુ, યુવતીના પરિવારે હત્યા કરી હોવાના આક્ષેપો

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોપી ઘાંઘર/અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે સાબરમતી નદીમાં આનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. તેવામાં હવે આ એક હત્યા હોવાની અટકળો વધુ વેગવંતી થઈ ગઈ છે. જેનો મૃતદેહ મળ્યો છે એનું નામ હિતેશ રાઠોડ છે, જેણે એક વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેવામાં હિતેશના પરિવારજનોએ વિધર્મી યુવતીના સંબંધીઓ પર વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

હિતેશે વિધર્મી યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા
હિતેશ રાઠોડે 10 માર્ચ 2022ના દિવસે આફરીબાનુ અન્સારી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. આ બંને આસપાસના વિસ્તારમાં જ રહેતા હતા, તેવામાં બંનેના પરિવારજનો આ લગ્નની વિરૂદ્ધ હતા. જેથી હિતેશ અને આફરીબાનુ બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા. જોકે બંને પરિવારે આને સ્વીકાર્યું ન હોવાથી તેઓ જામનગર ભાગી ગયા હતા. જોકે ત્યારપછી પરિવારજનોએ થોડા સમય પહેલા જ બંનેના સંબંધોને સ્વીકારી લીધા હતા અને તેમને અમદાવાદ પાછા બોલાવી લીધા હતા.

બંને ચાંદખેડામાં રૂમ ભાડે રાખી રહેતા હતા
હિતેશ ત્યારપછી પોતાની પત્ની આફરીબાનુ સાથે અમદાવાદ આવી પહોંચ્યો હતો. અહીં તેઓ ચાંદખેડામાં એક રૂમ ભાડે રાખીને રહેતા હતા. જ્યા હિતેશનો નાનો ભાઈ પણ તેમની સાથે રહેતો હતો. ત્યારપછી બંને પરિવાર વચ્ચે બધુ બરાબર હોવાની વાત જાણવમાં આવી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

હિતેશને ધર્મપરિવર્તન કરવા દબાણ કરાયું…
બંને વચ્ચેના લગ્ન પહેલા યુવતીના પરિવારે સતત હિતેશના ધર્મપરિવર્તન કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હિતેશની કાકાની છોકરી હેતલે જણાવ્યું કે આફરીબાનુના પરિવારજનો લગ્ન પૂર્વે હિતેશનું ધર્મ પરિવર્તન કરાવવા માગતા હતા. આ મુદ્દે તેને સતત દબાણ કરાતું હતું. જોકે આ દરમિયાન હિતેશે ધર્મપરિવર્તન કરાવવાની ના પાડી દીધી હતી. ત્યારપછી સતત આફરીબાનુના ભાઈ અને મિત્રો તેમના દાદીના ઘરે આવીને સતત હિતેશ અને આફરીબાનુ ક્યાં છે એની માહિતી આપવા દબાણ કરતા હતા. એટલુ જ નહીં તેઓ ધમકીઓ પણ આપતા હતા.

હિતેશનો મૃતદેહ રિવરફ્રન્ટ પાસે મળી આવ્યો
મૃત્યુના લગભગ થોડા સમય પહેલા જ હિતેશ, આફરીનની બહેનના ઘરે તેને મૂકી ગયો હતો. જ્યાંથી બંને બહેનો શોપિંગ કરવા માટે જવાની હતી. નોંધનીય છે કે ત્યારપછીથી જ હિતેશની કોઈ જાણકારી મળી નહોતી. તેના પરિવારજનો હિતેશને સતત ફોન કરતા રહ્યા પરંતુ તે બંધ આવ્યો હતો. ત્યારપછી હિતેશના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT

પોલીસને હિતેશનું સ્કૂટર દૂધેશ્વર બ્રિજ પાસે મળી આવ્યું હતું. ત્યારપછી વહેલી સવારે તેનો મૃતદેહ સાબરમતી નદીમાં તરતો જોવા મળ્યો હતો. અત્યારે પોલીસે હિતેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે, ત્યારપછી વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે પોલીસ આફરીનના પરિવાર સાથે પણ પૂછપરછ કરી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT