યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ ઉગ્ર બન્યો: વેપારીઓ, બજરંગ દળ લાલઘૂમ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છોલેલા શ્રીફળ નહીં લઇ જવાને લઇને આજે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક વેપારીઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મંદિર ટ્રસ્ટના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. છોલેલું શ્રીફળ મંદિરમાં લાવવા અને નજીકમાં વધેરવા પર આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અહીં આ ઉપરાંત શ્રીફળ વધેરવા એક મશીન પણ મુકવામાં આવ્યું છે. જ્યારે પાવાગઢના સ્થાનિક વેપારીઓ અને વીએચપી બજરંગ દળ નારાજ થયા હતા. વેપારીઓ અને બજરંગદળ દ્વારા હાલોલ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે હિન્દૂ સમાજની લાગણી સાથે ચેડાં કરવાના આક્ષેપ સાથે વર્ષોની પરંપરા ચાલુ રાખવા માંગ કરી હતી. યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી.

ગુજરાતમાં મોબ લિંચિંગની વધુ એક ઘટનાઃ છત્તીસગઢથી આવેલા ખેડામાં યુવકને ચોર સમજી માર્યો, મોત

કરણી સેનાએ પણ આ મુદેદે આપ્યું આવેદન
આ તરફ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શનનો સમય યાત્રાળુઓ માટે વધારવામાં આવે તેવી માંગ સાથે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ મહાકાલી માતાજી મંદિર પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં ખૂબ મહત્વ હોય છે ત્યારે આખા ગુજરાતમાંથી લાખો ભક્તો પગપાળા સંઘ દ્વારા તેમજ અન્ય વાહનો દ્વારા માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવી લોકો ધન્યતા અનુભવતા હોય છે. તેમજ આ વર્ષે તારીખ 22.3. 2023 થી શરૂ થતા ચૈત્રી નવરાત્રીમાં આ વર્ષે લાખો ભક્તો પગપાળા તથા વાહનો દ્વારા આવવાની શક્યતાઓ છે ત્યારે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા દર્શનના સમયમાં સવારના 4 થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવે છે. તેનાથી અવ્યવસ્થા સર્જાય તેમ છે. અસંખ્ય ભીડભાળથી ધક્કા મૂકીથી ભક્તો હેરાન પરેશાન ન થાય અને અત્યારે છેલ્લા કેટલાક સમયથી કોરોના ના રોગ ફરીથી ગુજરાતમાં 170 થી વધુ કેસ દૈનિક આવવા લાગ્યા છે જેથી H3N2 જેવા વાયરસ રોગોમાં બેફામ વધારો થયો છે. તેથી ભક્તોની લાખોની સંખ્યામાં ભીડની સંખ્યા થવાથી રોગચાળો વધુ વકરે તેવી પરિસ્થિતિને કાબુમાં લેવા તેમ જ દૂર દૂરથી ચાલતા પગપાળા આવતા ભક્તોના સંઘોને રાત્રે ચાલવા અને મંદિરે પહોંચવા તકલીફ ના પડે અને ભીડના થાય તેમ જ ભક્તોની વ્યવસ્થા સારી સુંદર કોઈ તકલીફ વિના માતાજીના આશીર્વાદ લઈને જાય તે માટે માતાજીના દર્શનનો સમય સવારે 4 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધી રાખવા માગ કરી છે. અવ્યવસ્થા સર્જાય નહીં તેમજ રોપવે પણ ચાલુ રાખવામાં આવે અને દરેક પગથિયે સ્ટ્રીટ લાઈટ પાણી તેમજ વધુ શૌચાલયની વ્યવસ્થા થાય. તેમજ એસટી દ્વારા માચી સુધી બસોનું આવન જાવન પણ ચાલુ રાખવામાં આવે, ઉપરાંત પોલીસ દ્વારા પણ દર્શન કરવા સુંદર આયોજન કરવામાં આવે જેથી માઈ ભક્તોને છૂટતી દર્શન થાય અને પડા પાડી ના થાય તે માટે તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT