હે રામ! ગાંધી જયંતિ પર જામનગર એસ.ટી ડેપોમાં સફાઈ અભિયાન વખતે દારૂની ખાલી બોટલો મળી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gandhi Jayanti: આજે દેશભરમાં 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં રાજઘાટ પર PM મોદી તથા અન્ય નેતાઓએ બાપુને શ્રદ્ધાંજલિ આપી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં ગાંધી જયંતિ પર AAPના જિલ્લા પ્રમુખ તથા કાર્યકરો દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ રખાયો હતો, ત્યારે બસ ડેપોમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી.

AAP દ્વારા જામનગર એસ.ટી ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

આજે ગાંધી જયંતિ પર જામનગરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો એસ.ટી ડેપોની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સફાઈ કરતા સમયે એસ.ટી ડેપોમાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ગાંધી જયંતિ પર જ આ રીતે દારૂની ખાલી બોટલો મળી આવતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

ડસ્ટબિનમાં હતી દારૂની ખાલી બોટલ

આપના કાર્યકરો દ્વારા ડેપોમાં આવેલા આરામ ગૃહ પાસે સફાઈ કરાઈ રહી હતી. ત્યારે બહાર મૂકેલા એક ડસ્ટબિનમાં દારૂની ખાલી બોટલો પડેલી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, બસ સ્ટેન્ડમાં કોણ દારૂ પીને ખાલી બોટલો મૂકી જાય છે? દારૂ બંધી હોવા છતાં દારૂ આવે છે ક્યાંથી?

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT