Gujarat Weather: ગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ આવશે કે વરસાદ ભૂકકા બોલાવશે? જાણો હવામાન વિભાગની નવી આગાહી

ADVERTISEMENT

Gujarat Weather News
સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો
social share
google news

Gujarat Weather News: રાજ્યના અમુક જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, અને ઘણાખરા વિસ્તારોમાં કમોસમી વરસાદ (unseasonal rain) પડ્યો હતો.  એવામાં હવે રાજ્યમાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જે મુજબ બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો

આજે સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  અસહ્ય ગરમી બાદ અચાનક વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત વઢવાણ, જોરાવરનગર, લીંબડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ પડતા ખેડુતો ચિંતિત તલના પાકને નુકસાન તેવી ભીતિ છે. જિલ્લભરમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

નર્મદામાં 7 જિંદગી ડૂબી, જવાબદાર કોણ? 24 કલાક બાદ હજુ પણ 6 લાપતા; પરિવારનો ગંભીર આરોપ

જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ

આજ રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી ,ખેડા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે, આ સિવાય આવતી કાલે  આવતીકાલે અમદાવાદ ખેડા, આણંદમા વરસાદ ધામા બોલશે. મધ્યપ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આ વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં ગરમીથી રાહત મળશે નહીં અને  હીટ વેવનું અનુમાન છે. કચ્છમાં પણ આવતી કાલે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

Lok Sabha Election 2024: ભાજપને લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો કેમ જોઈએ છે... જુઓ પાર્ટીના નેતાઓની દલીલો

40થી 50KM ઝડપે પવન ફૂંકાશે


ઉત્તર પશ્ચિમ-મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 મોત વીજળી પડતા થયા. ઉપરાંત 247 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 
 

    follow whatsapp

    ADVERTISEMENT