Gujarat Weather: ગુજરાતમાં ભરઉનાળે 'ચોમાસુ', જુઓ ક્યાં પડ્યો વરસાદ?

ADVERTISEMENT

Gujarat Weather Update
જુઓ ક્યાં પડ્યો વરસાદ?
social share
google news

Gujarat Weather Update: રાજ્યમાં ઉનાળાના મહિનામાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ રહેવાનો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જોવા મળી હતી. 

બનાસકાંઠામાં કરા સાથે વરસાદ 

બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો. યાત્રાધામ અંબાજીમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અને કચ્છના નખત્રાણામાં પણ કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.  

 

સુરેન્દ્રનગરમાં અચાનક પલટો 

સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અસહ્ય ગરમી બાદ અચાનક વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત વઢવાણ, જોરાવરનગર, લીંબડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ પડતા ખેડુતો ચિંતિત તલના પાકને નુકસાન તેવી ભીતિ છે. જિલ્લભરમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ADVERTISEMENT

Gujarat Weather: ગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ આવશે કે વરસાદ ભૂકકા બોલાવશે? જાણો હવામાન વિભાગની નવી આગાહી

જૂનાગઢમાં કમોસમી હળવો વરસાદ વરસ્યો

જૂનાગઢમાં પણ બપોર બાદ વાતાવરણ બદલાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી હળવો વરસાદ વરસ્યો હતો. શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ,, વણઝારી ચોકમાં પડ્યો ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. 

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. યાત્રાધામ વીરપુર,અમરનગર સહિત ગામોમાં વરસાડી માહોલ જામ્યો હતો. યાત્રાધામ વીરપુર ખાતે ભારે પવન સાથે ધોધમાર વરસાદનું ઝાપટું જોવા મળ્યું હતું. સવારથી ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

ADVERTISEMENT

ડાંગમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ 

ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સતત પાંચમા દિવસે કમોસમી વરસાદનો માહોલ, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે પવનને કારણે મોટી સંખ્યામાં કેરીઓ ઝાડ પરથી પડી ગઈ છે. જિલ્લા મથક આહવા, હિલ સ્ટેશન સાપુતારા સહિત સર્વત્ર વરસાદ પડ્યો છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT