Rain Forecast: આજે આ જિલ્લામાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, ખેડૂતો ખાસ જાણી લો!
Gujarat Rain Forecast: રાજ્યમાં ભરઉનાળે ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોનું ચિંતામાં વધારો કર્યો છે. એવામાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
Gujarat Rain Forecast: રાજ્યમાં ભરઉનાળે ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોનું ચિંતામાં વધારો કર્યો છે. એવામાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો બીજી તરફ રાજ્યના અમૂક ભાગમાં આવતીકાલથી સીવિયર હીટવેવની આગાહી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.
આજના દિવસે ક્યાં વરસાદ પાડવાની આગાહી છે
ગઇકાલે આગાહી અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં વરસાદ પડ્યો હતો. તો આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
GSEB 10th Result 2024 Topper: માત્ર ચાર જ દિવસ પહેલા હીરએ કર્યું ટોપ, આજ દુનિયાને કહ્યું અલવિદા
દેશમાં ચોમાસું વહેલું બેસી જશે
હવામાન વિભાગે ચોમાસાના લઈને પૂર્વાનુમાન કર્યું છે. જેને લઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગરમીમાંથી રાહત મળશે અને દેશમાં ચોમાસું વહેલું બેસી જશે. માત્ર 14 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જશે. 31મેએ કેરળમાં ચોમાસું પહોંચવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT