અમદાવાદની યુવતીની કમાલ! ખરતા વાળ અને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારા માટે શોધ્યો LED કાંસકો - ગુજરાત તક
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર

અમદાવાદની યુવતીની કમાલ! ખરતા વાળ અને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારા માટે શોધ્યો LED કાંસકો

comb 12

અમદાવાદ: આજના ભાગદોડ ભર્યા જીવનમાં જંકફૂડ અને લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરમાં જ યુવાઓમાં વાળ ખરવાની સમસ્યાઓ સામે આવી રહી છે. જેને અટકાવવા માટે તેઓ જાતજાતના નુસ્ખા અને બ્યુટી પ્રોડક્ટ્સ પર ખર્ચાઓ કરતા હોય છે. ત્યારે અમદાવાદની એક યુવતીએ ડેન્ડ્રફ અને ખરતા વાળની સમસ્યા દૂર કરતો એક ખાસ LED કાંસકો તૈયાર કર્યો છે.

અમદાવાદની યુવતીએ વાળ ખરવાની સમસ્યાનો ઉપાય શોધ્યો
મૂળ ભાવનગરની અને હાલમાં અમદાવાદ રહેતી તનીષા લાખાણી નામની યુવતીએ અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ કંપનીમાં નોકરી કરી. પરંતુ તેને કંઈક પોતાનું કરવું હતું, આથી 2021માં તેણે નાની કંપની શરૂ કરી જેમાં સ્કીન અને હેલ્થકેર પ્રોડક્ટ રાખતી હતી. દરમિયાન તનીષાને લોકો હેરફોલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોવાનું ધ્યાને આવ્યું. આથી તેણે તેનો ઉપાય શોધવાનું વિચાર્યું અને LED કાંસકાની શોધ કરી. આ LED કાંસકો ખરતા વાળની સમસ્યા 67 ટકા સુધી દૂર થાય છે સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર કરે છે અને વાળનો ગ્રોથ 98 ટકા સુધી વધારે છે.

games808

comb 12 2

LED કાંસકાની શુ છે ખાસિયત?
ખાસ વાત એ છે કે, તનીષાએ રિસર્ચ કરીને બનાવેલો આ કાંસકો સર્ટિફાઈડ છે. તેમાં લાલ અને વાદળી રંગની લાઈટ રાખવામાં આવી છે. જે બંને અલગ અલગ કામ કરે છે. ઉપરાંત કાંસકામાં વાઈબ્રેટર પણ છે જેનો ઉપયોગ મસાજ માટે કરી શકાય છે. જેનાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધે છે. કાંસકામાં રહેલી લાલ લાઈટ વાળને મજબૂત કરે છે અને વાદળી લાઈટ ડેન્ડ્રફને દૂર કરે છે.

કેટલી છે કાંસકાની કિંમત?
તનીષાએ બનાવેલા આ ખાસ LED કાંસકાની કિંમત રૂ.3000 આસપાસ રાખવામાં આવી છે. જે 67 ટકા વાળ ખરવાની સમસ્યા દૂર કરવાની સાથે હેર ગ્રોથને 98 ટકા વધારે છે. આ કાંસકાને ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેના ISO તથા BIS સર્ટિફિકેટ મેળવાયા છે. તેની સાથે સિરમ પણ આવે છે. બંનેના ઉપયોગથી આઠ અઠવાડિયામાં જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. આ કાંસકો હાલમાં ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરી શકાય છે.

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો