GUJARAT માં ધુળેટીના દિવસે ડૂબી જવાના કારણે 3 યુવકોના નિપજ્યા મોત

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : ધુળેટીના તહેવારની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ઉલ્લાસપુર્વક કરવામાં આવી હતી. ધુળેટી ઉજવ્યા બાદ કેટલાક યુવાનો સુરતના કોઝવે ખાતે ન્હાવા માટે પડ્યા હતા. જે પૈકી 2 યુવકો અચાનક ડુબવા લાગ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા બંન્ને યુવકોને કોઝવેથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરતના સિદ્ધિવિનાયક પાર્ક પાલનપુર જકાતનાકા શાકભાજી માર્કેટમાં રહેતા બે યુવકો તેમના મિત્રો સાથે ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. કોઝવે પરથી તેઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક બે યુવકો ન્હાવાની ઇચ્છા થઇ હતી. તેઓ કોઝવેમાં બહારથી ન્હાવાનાઇરાદે ઉચર્યા હતા. જો કે અચાનક પગ લપસી જતા બંન્ને પાણીમાં પડ્યા હતા.

સુરતના કોઝવેમાં ડુબી જવાના કારણે બે યુવકોનાં નિપજ્યાં મોત
કોઝવેમાં પડતાની સાથે જ એક યુવક ડુબવા લાગ્યો હતો. જેના કારણે બીજો યુવક તેને બચાવવા જતા તે પોતે પણ ડુબવા લાગ્યો હતો. બે યુવકો કોઝવેમાં ડુબી જતા અરેરાટી વ્યાપી હતી. મિત્રોએ તત્કાલ ફાયરને જાણ કરી હતી. કતારગામ ફાયરનો કાફલો તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંન્ને યુવકો મદન માલી (ઉ.વ 20) અને વિનોદ કુમાર સહગરા (ઉ.વ 19) ને બહાર કાઢ્યા હતા. જો કે બંન્નેના ડુબી જવાના કારણે મોત નિપજ્યા હતા. ફાયર ઓફીસર વસંત સુર્યવંશીએ જણાવ્યું કે, બે યુવકો કોઝવેમાં પડ્યા હોવાની વિગત મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

રાજકોટના આઝી ડેમમાં ડુબી જવાના કારણે એક યુવકનું મોત
યુવકોને તત્કાલ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. 108ની ટીમ પણ પહેલાથી જ ઘટના સ્થળ પર હાજર હતી. યુવકોને પમ્પિંગ દ્વારા બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે બંન્નેના મોત નિપજ્યા હતા. તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં એક યુવકને બચાવવા જતા બીજા યુવકનું પણ મોત નિપજ્યું હતું. બીજી તરફ રાજકોટમાં પણ ડુબી જવાની એક ઘટના સામે આવી હતી. જેમાં આજી ડેમમાં ન્હાવા પડેલા એક યુવકનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT